ગાઝામાં રહેતી મહિલાને 5 KM ચાલીને હોસ્પિટલ પહોંચવું પડ્યું, 4 બાળકોને આપ્યો જન્મ

યુદ્ધના સમયે આ મહિલા પોતાની અને પરિવારની સુરક્ષા ખાતર પોતાના ઘરેથી ભાગી હતી. એ સમયે તે છ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે ત્રણ બાળકો પણ હતા.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલા પાંચ કિમી ચાલીને હોસ્પિટલ પહોંચી
  • મહિલાએ ચાર બાળકોને આપ્યો જન્મ
  • બે દીકરી અને બે દીકરાને આપ્યો મહિલાએ જન્મ

Israel-Hamas war: ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે અનેક લોકોની જીંદગી હજુ પણ નર્ક સમાન છે. આ દરમિયાન દક્ષિણ ગાઝાની હોસ્પિટલમાં ઈમામ અલ મસરી નામની એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં બે છોકરા અને બે છોકરીઓ સામેલ છે. તેમાંથી એક બાળકની તબિયત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ મહિલા પાંચ કિમી ચાલીને હોસ્પિટલ પહોંચી હતી. એ પછી તેણે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. 

સુરક્ષા માટે ઘરેથી ભાગી હતી 
વાત એવી છે કે, ઉત્તર ગાઝામાં રહેતી ઈમાન અલ મસરી યુદ્ધ દરમિયાન પોતાના પરિવારની સાથે સુરક્ષા ખાતર પોતાના ઘરેથી ભાગી હતી. તેણે જણાવ્યું કે, જ્યારે હું મારા ઘરેથી ભાગી ત્યારે હું છ મહિનાની ગર્ભવતી હતી. મારી સાથે ત્રણ બાળકો પણ હતા. હાલ આ મહિલા પોતાના પરિવાર સાથે અલ બાબાની એક સ્કૂલમાં રહે છે. જેને શરણાર્થીઓ માટે બનાવવામાં આવી છે. અહીં 50 જેટલાં પરિવારો આશરો લઈ રહ્યાં છે. 

5 કિમી ચાલીને હોસ્પિટલ પહોંચી 
28 વર્ષીય મહિલાએ જણાવ્યું કે, મારે હોસ્પિટલ સુધી પહોંચવા માટે પાંચ કિલોમીટર ચાલવું પડ્યું. જેના કારણે મને ખૂબ જ મુશ્કેલીઓ પડી. 18 ડિસેમ્બરના રોજ સી સેક્શન દ્વારા ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં બે દીકરી છે અને બે દીકરા છે. દીકરીઓનું નામ ટિયા અને લિન છે. જ્યારે દીકરાનું નામ યાસિર અને મોહમ્મદ છે. મોહમ્મદનું વજન માત્ર એક કિલો હોવાથી તે જીવીત રહેશે નહીં. 

આવી ખબર નહોતી 
બાળકોને જન્મ આપ્યા બાદ તેને ત્રણ નવજાત સાથે હોસ્પિટલમાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. કારણ કે એ જગ્યા યુદ્ધમાં ઘયાલો માટે પણ હતી. મહિલાએ જણાવ્યું કે, જ્યારે યુદ્ધ શરુ થયુ અમે એવું વિચારતા હતા કે 1 કે બે અઠવાડિયામાં પૂરુ થઈ જશે. એટલા માટે ગરમ કપડાં લઈને નીકળ્યા હતા. શેલ્ટર હોમમાં જિંદગી નરક સમાન છે. હાલ 11 અઠવાડિયા થઈ ચૂક્યા છે, આ યુદ્ધમાં 24 લાખ લોકોનું જીવન પ્રભાવિત થયું છે.