Ayodhya: 22મીએ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કડકડતી ઠંડીમાં

સમગ્ર ઉત્તર ભારત અત્યારે કડકડતી ઠંડીમાં થીજી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ કે પછી બિહાર ઠંડીનો પ્રકોપ સર્વત્ર છે. આવામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠામાં જ્યારે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે ભારતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે અયોધ્યા અને ઉત્તર પ્રદેશના અયોધ્યા પાસેના અન્ય સ્થળોએ હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 22મી જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં સખત ઠંડી રહેશે અને લધુત્તમ તાપમાન 10 ડીગ્રી કે તેનાથી પણ નીચે જઈ શકે છે.

Courtesy: Social Media

Share:

હાઈલાઇટ્સ

  • 22મી જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં તાપમાન 10 ડીગ્રી કે તેનાથી પણ નીચે જઈ શકે છે.
  • તે દિવસે વહેલી સવાર 530 વાગ્યા સુધીમા તાપમાનનો પારો ગગડીને 9 ડીગ્રી સેલ્સિયસ થઈ જશે.

સમગ્ર ઉત્તર ભારત અત્યારે કડકડતી ઠંડીમાં થીજી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ કે પછી બિહાર ઠંડીનો પ્રકોપ સર્વત્ર છે. આવામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠામાં જ્યારે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે ભારતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે અયોધ્યા અને ઉત્તર પ્રદેશના અયોધ્યા પાસેના અન્ય સ્થળોએ હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 22મી જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં સખત ઠંડી રહેશે અને લધુત્તમ તાપમાન 10 ડીગ્રી કે તેનાથી પણ નીચે જઈ શકે છે.

Ayodhya Weather Forecast
Ayodhya Weather Forecast Indian Meteorological Department

હવામાન ખાતાની ઓફિસિયલ વેબસાઈટ mausam.imd.gov.in ને ખોલતાની સાથે જ અયોધ્યા હવામાનનું સ્પેશિયલ પેજ ખુલે છે જેમાં 18મી જાન્યુઆરીથી લઈને 23મી જાન્યુઆરી સુધી અયોધ્યા અને ઉત્તર પ્રદેશના અન્ય સ્થળો કે જે અયોધ્યાની નજીક આવેલા છે ત્યાં તાપમાન કેવી રહેશે તેની માહિતી આપે છે. આ સ્પેશિયલ પેજની માહિતી અનુસાર 22મી જાન્યુઆરીને સોમવારે રાત્રે લધુત્તમ તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસ હશે. પરંતુ વહેલી સવાર 530 વાગ્યા સુધીમા તાપમાનનો પારો ગગડીને 9 ડીગ્રી સેલ્સિયસ થઈ જશે. 

આ ઉપરાંત આખો દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન 11 ડીગ્રીની બહાર આવશે નહીં. તે દિવસે અયોધ્યા નગરીમાં આકાશ વાદળછાયુ રહેશે અને ધુપછાવનો અહેસાસ થયા કરશે. હવાનું દબાણ 7 કીમી પ્રતી કલાકથી લઈને 10 કીમી પ્રતી કલાકની આસપાસ રહેશે અને વહેલી સવાર સુધી પશ્ચિમ - ઉત્તર - પશ્ચિમી પવનની દિશા રહેશે. જો કે દિવસ દરમિયાન પવનની દિશા બદલાઈને દક્ષિણ - પૂર્વીય - દક્ષિણ થઈ શકે તેમ છે. હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ 21, 22 અને 23 જાન્યુઆરી વાતાવરણમાં ખાસ ફેરફારો નહીં નોંધાય અને ઠંડી યથાવત્ રહેવાની શક્યતાઓ છે. આજ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 22 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 

આજ રીતે 22મી જાન્યુઆરીને લખનૈામાં તાપમાન 11 ડીગ્રી સેલ્સિયસથી લઈને 8 ડીગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શકયતાઓ છે.

અયોધ્યા આસપાસ ક્યાં કેટલુ રહેશે તાપમાન ?
સ્થળ         લધુત્તમ    મહત્તમ (ડીગ્રી સેલ્સિયસમાં)
અયોધ્યા     10.5    22
લખનૈા        8    16
પ્રયાગરાજ   8    18
વારાણસી   7    19
નવી દિલ્હી  5    21
હરૈયા         10    21
ભાનપુર     10    21
મિલ્કીપુર    7    17
ભીતી         7    17

Tags :