અફઘાનિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ, મોસ્કો જઈ રહેલું પ્લેન રસ્તો ભટકી ગયું... વાંચો વિગતો

અફઘાનિસ્તાનમાં એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, એક દુ:ખદ ઘટનામાં વિમાન તેના મૂળ માર્ગથી ભટકી ગયું અને શનિવાર, 20 જાન્યુઆરીની રાત્રે બદખ્શાનના ઝેબક જિલ્લામાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, પ્લેન ભારતનું નથી

અફઘાનિસ્તાનમાં એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, એક દુ:ખદ ઘટનામાં વિમાન તેના મૂળ માર્ગથી ભટકી ગયું અને શનિવાર, 20 જાન્યુઆરીની રાત્રે બદખ્શાનના ઝેબક જિલ્લામાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. અત્યાર સુધી, આ વિમાનની ઓળખ અંગે ભારત સરકાર અને અફઘાનિસ્તાન સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પ્લેન ભારતનું નથી
ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, 'અફઘાનિસ્તાનમાં હમણાં જ જે દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ થયું છે તે ન તો ભારતીય એરક્રાફ્ટ છે કે ન તો નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર એરક્રાફ્ટ. આ મોરોક્કન રજિસ્ટર્ડ નાનું વિમાન છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. અગાઉ અફઘાન મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વિમાન ભારતીય છે.

અફઘાનિસ્તાન સરકારે અકસ્માત સ્થળ પર તપાસ ટીમ મોકલી
બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લા અમીરીએ જણાવ્યું હતું કે, પેસેન્જર પ્લેન બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને ઝેબક જિલ્લાની સાથે તોપખાના પર્વતોમાં ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.