બોગસ પ્રમાણપત્રના દેશવ્યાપી કૌભાંડમાં બિહારથી આરોપી ઝડપાયો: 80 હજાર ખોટા પ્રમાણપત્રો બનાવ્યા!

સુરત મહાનગરપાલિકા અને મનગામાં CHC સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવા ના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધાર ની આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલ દ્વારા બિહારના ઝાઝા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, બે મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, પ્રિન્ટર મશીન,જી-પે ના સ્કેનર, જન્મ પ્રમાણપત્ર નું બ્લેન્ક પેપર, સહિત પાસબુક કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Share:

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 10 જેટલી વેબસાઈટો દ્વારા 80 હજારથી વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. ખૂબ જ નજીવી દરે આરોપી દ્વારા હમણાં સુધી અલગ અલગ વેબસાઈટોના માધ્યમ દ્વારા 4 હજાર આધાર કાર્ડ, 1500 પાનકાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2000 જેટલા મરણના દાખલા પણ બનાવ્યા છે.

વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણાતા જન્મ દાખલા મેળવવા માટે ઘણી પ્રક્રિયા કરવી પડતી હોય છે. જન્મ મરણ નોંધણી એકમ દ્વારા સબ રજિસ્ટ્રારની સહીથી રાજ્ય સરકારની ઇ-ઓળખ એપ્લિકેશન માંથી જન્મ મરણ અંગેના પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવતા હોય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના હાથે લાગેલ જન્મ દાખલા ની નકલ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જે જન્મ દાખલા પાલિકા દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકારની ઈ -ઓળખ એપ્લિકેશનમાંથી જ ઇશ્યુ થતું હોય છે.. જે જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનું માલુમ પડતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. 

આ તરફ ઇકો સેલ ને પણ માહિતી મળી હતી કે ફાસ્ટ પોર્ટલ ઓનલાઈન સહિત જુદી જુદી ઓનલાઈન વેબસાઈટ ઉપરથી જન્મનો બોગસ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ માહિતી મળી હતી. જેથી ઇકો સેલે મળેલી માહિતીના આધારે આ બાબતની ખરાઈ કરવા માટે ચૌહાણ સુરેશજી કેશાજી નામના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યું હતું. જેની પાલિકા દ્વારા ખરાઈ કરતા આ પ્રમાણપત્ર પણ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર બાબતને લઈને ઇકો સેલ દ્વારા આ મામલે પાલિકા અધિકારીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.
 
Tags :