દેશના નામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન, રામ મંદિર અને કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ કર્યો

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે સાંજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા દેશના નામે સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કર્યો, સાથે જ કર્પૂરી ઠાકુરને પણ શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ કહ્યું કે- 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ હું તમને સૌને હાર્દિક શુભેચ્છા આપું છું. આપણાં ગણતંત્રનું 75મું વર્ષ અનેક અર્થમાં દેશની યાત્રાનો એક ઐતિહાસિક પડાવ છે.

Share:

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે સાંજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા દેશના નામે સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કર્યો, સાથે જ કર્પૂરી ઠાકુરને પણ શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ કહ્યું કે- 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ હું તમને સૌને હાર્દિક શુભેચ્છા આપું છું. આપણાં ગણતંત્રનું 75મું વર્ષ અનેક અર્થમાં દેશની યાત્રાનો એક ઐતિહાસિક પડાવ છે. આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ વધતા અમૃત કાળના પ્રારંભિક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક યુગાંતરકારી પરિવર્તનનું કાલખંડ છે. તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસ, આપણાં આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને સ્મરણ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.

ભૂગોળે નથી થોપી સહ-અસ્તિત્વની ભાવના
આપણાં ગણતંત્રની મૂળ ભાવનાથી એકજૂથ થઈને 140 કરોડથી વધુ ભારતવાસી એક કુટુંબના રુપમાં રહે છે. દુનિયાના સૌથી મોટા આ કુટુંબ માટે, સહ અસ્તિત્વની ભાવના, ભૂગોળ દ્વારા થોપવામાં આવેલો બોજો નથી, પરંતુ સામૂહિક ઉલ્લાસનો સહજ સ્ત્રોત છે, જે આપણાં ગણતંત્ર દિવસના ઉત્સવમાં અભિવ્યક્ત થાય છે.

રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કર્યો ઉલ્લેખ
રાષ્ટ્રપતિએ આ દરમિયાન રામ મંદિર નિર્માણ, ઉદ્ઘાટન તેમજ તેની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે- આપણે સૌએ અયોધ્ામાં પ્રભુ શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસક સમારંભ જોયો. ભવિષ્યમાં હવે આ ઘટનાને વ્યાપક પરિપ્રક્ષ્યમાં જોઈ શકાશે, ત્યારે ઈતિહાસકાર, ભારત દ્વારા પોતાની સભ્યતાગત વારસાની નિરંતર શોધમાં યુગાંતરકારી આયોજનના રુપમાં તેનું વિવેચન કરશે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભારત રત્ન કર્પૂરી ઠાકુરને આપી શ્રદ્ધાંજલિ
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ બિહારના પૂર્વ CM ભારત રત્ન ઠાકુરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે- હું તે વાતનો ઉલ્લેખ કરવા માગીશ કે સામાજિક ન્યાય માટે અનવરત યુદ્ધરત રહે, કર્પૂરી ઠાકુરજીની જન્મ શતાબ્દીનો ઉત્સવ કાલે જ સંપન્ન થયો છે. કર્પૂરીજી પછાત વર્ગોના સૌથી મહાન પક્ષકારમાંથી એક હતા, જેમણે પોતાનું સગ્ર જીવન તેમના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું. તેમનું જીવન એક સંદેશ હતો. પોતાના યોગદાનથી સાર્વજનિક જીવનને સમૃદ્ધ બનાવવા માટે, હું કર્પૂરીજીને મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

લાંબા અને કઠિન સંઘર્ષ બાદ મળી આઝાદી
રાષ્ટ્રપતિએ કહ્યું કે- એક લાંબા અને કઠિન સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ, 1947નાં રોજ આપણો દેશ વિદેશી શાસનમાંથુ મુક્ત થયો. પરંતુ આ સમય પણ દેશમાં સુશાસન તથા દેશવાસીઓમાં નિહિત ક્ષમતાઓ અને પ્રતિભાઓને ઉન્મુક્ત વિસ્તાર આપવા માટે ઉપયુક્ત મૂળભૂત સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને સ્વરુપ પ્રદાન કરવાનું કાર્ય જ ચાલી રહ્યું હતું. બંધારણ સભાએ સુશાસનના તમામ મુદ્દે લગભગ ત્રણ વર્ષ સુધી વિસ્તૃત ચર્ચા કરી અને આપણાં રાષ્ટ્રને મહાન આધારભૂત ગ્રંથ, એટલે કે ભારતના બંધારણની રચના કરી. આજના દિવસે આપણે સૌ દેશવાસી તે દુરદર્શી જનનાયકો અને અધિકારીઓની કૃતજ્ઞતા પૂર્વક સ્મરણ કરીએ છીએ જેમણે આપણાં ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

અધિકાર જ નહીં, કર્તવ્યનું પણ પાલન થાય
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં અધિકાર અને કર્તવ્યને લઈને પણ પ્રકાશ ફેંક્યો. આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધાત અમૃત કાળના પ્રારંભિક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક યુગાંતરકારી પરિવર્તન અને કાળખંડ છે. આપણે આપણાં દેશને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાનો સુવર્ણ અવસર મળ્યો છે. આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ હશે. જે માટે પણ હું તમામ દેશવાસીઓને બંધારણમાં નિહિત આપણાં મૂળ કર્તવ્યોનું પાલન કરવાનો અનુરોધ કરીશ. આ કર્તવ્ય, આઝાદીના 100 વર્ષ પૂરાં થયા ત્યાં સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં, પ્રત્યેક નાગરિકનું આવશ્યક દાયિત્વ છે. આ સંદર્ભમાં મને મહાત્મા ગાંધીનું સ્મરણ થાય છે. બાપૂએ યોગ્ય જ કહ્યું હતું- જેમણે માત્ર અધિકારોને પસંદ કર્યા છે, એવી કોઈ પણ પ્રજા ઉન્નતિ નથી કરી શકતી. માત્ર તે પ્રજા ઉન્નતિ કરી શકે છે જેમણે કર્તવ્યનું ધાર્મિક રુપથી પાલન કર્યું છે.

G20 શિખર સંમેલનને ગણાવી ઉપલબ્ધિ
રાષ્ટ્રપતિએ કહ્યું કે- આપણાં રાષ્ટ્રીય તહેવાર એવા મહત્વપૂર્ણ અવસર આપે છે જેણે આપણે અતીત પર પણ દ્રષ્ટિપાત કરીએ છીએ અને ભવિષ્ય તરફ પણ જોઈએ છીએ. ગત ગણતંત્ર દિવસ પછી એક વર્ષ પર નજર નાખીએ તો આપણને ઘણી જ પ્રસન્નતા મળે છે. ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં G20 શિખર સંમેલનનું સફળ આયોજન એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ હતી. G20થી જોડાયેલા આયોજનમાં જન સામાન્યની ભાગીદારી વિશેષ રુપે ઉલ્લેખનીય છે. આ આયોજનોમાં વિચારો અને સલાહોનો પ્રવાર ઉપરથી નીચે તરફ નહીં પરંતુ નીચેથી ઉપર તરફ હતો. તે ભવ્ય આયોજનથી આ શીખ પણ મળે છે કે સામાન્ય નાગરિકોને પણ આવા ગહન તથા ઈન્ટરનેશનલ મહત્વના મુદ્દે ભાગીદાર બનાવી શકાય છે. જેનો પ્રભાવ અંતતઃ તેમના પોતાના ભવિષ્ય પર પડે છે. G20 શિખર સંમેલનના માધ્યમથી ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતના અભ્યુદયને પણ પ્રોત્સાહન મળ્યું, જેનાથી ઈન્ટરનેશનલ સંવાદની પ્રક્રિયામાં એક જરુરી તત્વનો સમાવેશ થયો.

ભારતે સદૈવ રજૂ કર્યું અહિંસાનું ઉદાહરણ
હાલના સમયમાં વિશ્વમાં અનેક સ્થળોએ લડાઈઓ થઈ રહી છે અને દુનિયાના મોટા ભાગના વિસ્તારમાીં પીડિત છે. જ્યારે બે પરસ્પર વિરોધી પક્ષોમાંથી પ્રત્યેક માને છે કે માત્ર તેમની જ વાત યોગ્ય છે અને બીજાની વાત ખોટી છે, તો એવી સ્થિતિમાં સમાધાન પરક તર્કના આધારે પર જ આગળ વધવું જોઈએ. દુર્ભાગ્યથી તર્કના સ્થાને અંદરોદર ભય અને પૂર્વાગ્રહોના ભાવાવેશને વધારવામાં આવ્યા છે, જેના કારણે અનવરત હિંસા થઈ રહી છે. મોટા પાયે માનવીય ત્રાસદિઓની અનેક દુખદ ઘટનાઓ થઈ છે, અને આપણે સૌ આ માનવીય પીડાથી અત્યંત વ્યથિત છીએ. આવી પરિસ્થિતિઓમાં આપણને ભગવાન બુદ્ધના સારગર્ભિત શબ્દોનું સ્મરણ થાય છે.

न हि वेरेन वेरानि, सम्मन्तीध कुदाचनम्
अवेरेन च सम्मन्ति, एस धम्मो सनन्तनो
જેનો અર્થ થાય છે- અહીં ક્યારેય પણ શત્રુતાને શત્રુતાના માધ્યમથી શાંત ન કરી શકાય, પરંતુ અ-શત્રુતાના માધ્યમથી શાંત કરી શકાય છે. આ શાશ્વત નિયમ છે.

વર્ધમાન મહાવીર અને સમ્રાટ અશોકથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સુધી, ભારતે સદૈવ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે અહિંસા માત્ર એક આદર્શ માત્ર નથી જે મેળવવું કઠિન છે, પરંતુ આ એક સ્પષ્ટ સંભાવના છે. એટલું જ નહીં અપિતુ અનેક લોકો માટે આ એક જીવંત યથાર્થ છે. અમે આશા કરીએ છીએ કે સંઘર્ષોમાં વ્યસ્ત ક્ષેત્રોમાં, તે સંઘર્ષોના ઉકેલ તથા શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ શોધી કઢાશે.
 

Tags :