દુબઈમાં હિંદુઓ કેમ મંદિરની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યાં છે?

હિંદુ મંદિરને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાતા હિંદુ સહિત શિખ સમુદાયમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ મંદિરની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દુબઈમાં હિંદુ મંદિરને સ્થળાંતરિત કરાતા ભક્તોમાં રોષ
  • હિંદુ ભક્તોએ મંદિરની સુરક્ષાને લઈને કરી પ્રાર્થના
  • હિંદુ અને શીખ સમુદાયમાં ફેલાયો છે ભારે રોષ

 

દુબઈઃ દુબઈના મીના બજારમાં આવેલું શિવ મંદિર આવેલું છે. અહીં અનેક હિંદુઓના મંદિરો આવેલા છે અને તેમાં ગુરુદ્વારા સહિતના મંદિરો સામેલ છે. ત્યારે હાલ હિંદુઓ આ મંદિરની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરની સુરક્ષા માટે અનેક હિંદુઓ પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ અમીરાતના અધિકારીઓે અપીલ કરી રહ્યા છે કે તેઓ મંદિરની સુરક્ષા માટે યોગ્ય પગલા ઉઠાવે. 

હિંદુ મંદિરનું સ્થળાંતર 
વાત એવી છે કે, મંદિર અને ગુરુદ્વારાનું સંચાલન દુબઈના હિંદુ મંદિરમાં સ્થાણાંતર કરવામાં આવી રહ્યું છે. સિંધુ ગુરુ દરબાર ટેમ્પલ કોમ્પલેક્સના અધિકારીઓએ દુબઈના શિવ મંદિર પર નોટિસ લગાવીને કહ્યું કે, 3 જાન્યુઆરી 2024 સુધી અહીં કામકાજ બંધ કરવામાં આવ્યું છે. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અહીં અમારા તમામ ભક્તોને પ્રભાવી રીતે સુચિત કરવામાં આવે છે કે, આગામી 3 જાન્યુઆરી 2024થી આ લાગુ પડશે અને આ મંદિરને નવા હિંદુ મંદિર જેબેલ અલીમાં સ્થણાંતર કરવામાં આવશે. 
 
હિંદુ સમાજમા રોષ 

આ નિર્ણય લીધા બાદ અહીંના સ્થાનિક હિંદુઓ અને શિખ સમુદાયમાં રોષ ફેલાયો છે. 1950ના દાયકાથી સંકુલની મુલાકાત તેઓ લઈ રહ્યા હતા અને હવે આ નિર્ણય સામે આવ્યા બાદ તેઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. બીજી તરફ, આ જ સમુદાયના લોકો અન્ય સ્થળાંતર કરવામાં આવેલા બાંધકામની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે, આ મંદિરોની જાળવણી પણ થવી જોઈએ. બીજી તરફ, દુબઈના સ્થાનિક અખબારોએ ભારતીયોની મજબૂત ભાવનાત્મકતા અંગે રિપોર્ટ પણ પ્રકાશિત કર્યા છે. 

લાગણીઓ જોડાયેલી છે 
દુબઈના ખલીજ ટાઈમ્સે  સ્થાનિક પુનિત મહેતાનો હવાલો આપતા કહ્યું કે, છેલ્લાં વીસ વર્ષથી તેઓ આ મંદિરની નિયમિત મુલાકાત લઈ રહ્યા છે. આ મંદિર તેમના મનપટલ પર છવાયેલું છે. જેનાથી તેમની સાથો સાથ અન્ય લોકોની પણ લાગણી જોડાયેલી છે. દુર દુબઈ મંદિર તેમના આધ્યાત્મિકતાનો એક ભાગ છે અને અહીં અઠવાડિયાના અંતે લગભગ 5000 ભક્તો મુલાકાત લે છે. 

તહેવારોમાં ભારે ધસારો 
જો કે, તહેવારો દરમિયાન આ સંખ્યા વધી જાય છે અને 10000 ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. એટલે કે હિંદુઓમાં આ મંદિરનું મહત્વ ખૂબ જ વધારે છે. ભારતથી દુબઈ આવેલાં અનેક લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે, આ વારસાને સાચવવામાં આવે. મહત્વનું છે કે, ઓક્ટોબર, 2022માં આ મંદિરનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. સાથે જ 2012માં ગુરુદ્વારા ભક્તો માટે ખોલવામાં આવ્યું એની પાસે જ છે.