ઓન કેમેરા ઈઝરાયલ સમર્થક સ્ટારબક્સ કોફી કપ સાથે દેખાઈ, TV ચેનલની એન્કરની નોકરીમાંથી કાઢી

એક ન્યૂઝ ચેનલની એન્કર પોતાના બુલિટેન દરમિયાન ઈઝરાયલ સમર્થક સ્ટારબક્સ કોફી કપ સાથે નજરે પડી હતી. જે બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • એન્કરના ટેબલ સ્ટારબક્સ કોફીનો કપ નોકરીનો ભોગ બન્યો
  • એન્કરને નોકરીમાંથી છૂટી કરી દેવાઈ, ઈઝરાય સમર્થક કપ હોવાથી
  • ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો

એક ન્યૂઝ એન્કરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એ પાછળનું કારણ એ હતું કે તેણે બુલેટિન દરમિયાન પોતાના ટેબલ પર સ્ટારબક્સનો કોફી કપ મૂકેલો હતો અને તે કમેરામાં ઝડપાઈ ગયો હતો. જે બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સ્ટારબક્સ કોફી કપ એ ઈઝરાયલ સમર્થક હોવાથી તેને નોકરીમાંથી કાઢવામાં આવી હતી. જો કે, તુર્કીમાં આ એન્કરને પુરસ્કાર પણ મળેલું છે. આમ તો આ દેશ મુખ્યત્વે મુસ્લિમ દેશ છે અને ત્યાં સિએટેલ સ્થિત કંપનીને ઈઝરાયલ તરફી માનવામાં આવે છે. બસ, આ જ કારણે એન્કરને નોકરી છોડવાનો વારો આવ્યો હતો. 

આ કારણે નોકરી ગઈ
તુર્કીના ટીવી સમૂહોના જણાવ્યા મુજબ, TGRT Haberના 45 વર્ષીય અનુભવી ન્યૂઝ કાસ્ટર મેલ્ટેમ ગુને અને કાર્યક્રમના ડિરેક્ટરને રવિવારે પ્રસારણ બાદ તરત હટાવી દેવામાં આવ્યા હતા. ઈસ્તાંબુલ મીડિયા કંપનીએ કહ્યું કે, તેમની પાસે એક સમજ છે કે જેઓ ગાઝા અંગે તુર્કીના સંવેદનશીલતાને જાણે છે અને અંત સુધી તેમને સાચવી રાખે છે. અમે આવા પ્રકારની ચીજવસ્તુને મંજૂરી આપતા નથી. આ વાતની અમે સખત નિંદા કરીએ છીએ અને તેમના કરાર રદ્દ કરવામાં આવ્યા હતા. 

લોકોનો રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર 
તેઓના જણાવ્યા મુજબ, ન્યૂઝ એન્કર અને ન્યૂઝકાસ્ટના ડિરેક્ટરને આ સિદ્ધાંત વિરુદ્ધ કામ કરરવા બદલ નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, તુર્કીમાં કોફી પીનારાઓએ તાજેતરના અઠવાડિયામાં જ સ્ટારબક્સનો દેશવ્યાપી બહિષ્કાર કર્યો છે. કારણ કે પેલેસ્ટાઈન તરફ સહાનૂભુતિ ધરાવતા લોકો ઈઝરાયલ પ્રત્યે કંપનીના પક્ષપાતનો આક્ષેપ કરે છે. જો કે, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેમાં તેઓ સ્ટારબક્સના સ્થળોની બહાર વિરોધ કરી રહ્યા છે અને ગ્રાહકોને કોફી જાયન્ટથી દૂર રહેવાની માગણી કરી રહ્યા છે.