પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત! નર્સરીના બાળકે તેની ક્લાસમેટને આપી દીધું અધધ કિંમતનું સોનું

એક નાના બાળકે તેની ક્લાસમેટને સો ગ્રામ સોનાના બિસ્કુટ ભેટ કરી દીધા હતા. તેના મનમાં એવું હતું કે આ તેની ભવિષ્યની પત્ની છે. જ્યારે માતા-પિતાએ આ વાત જાણી તો તેઓ પણ ચોંકી ગયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • બાળકે તેની ક્લાસમેટને આપી દીધું 200 ગ્રામ સોનું
  • એ એવું માનતો હતો કે આ તેની ભાવિ પત્ની છે
  • બાળકના પિતાએ કહેલું કે આ તારી ભાવિ પત્ની માટે છે

શિંચુઆઃ ચીનના શિંચુઆ પ્રાંતમાંથી એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. અહીં નર્સરીમાં ભણતા એક બાળકે તેની જ ક્લાસમેટને લાખો રુપિયાનું સોનું ભેટમાં આપી દીધું હતું. એ એવું માનતો હતો કે આ તેની ભાવિ પત્ની છે. જ્યારે આ બાળકીએ આ ભેટ તેના માતા-પિતાને જણાવી તો તેઓ પણ ચોંકી ગયા હતા. ખરેખરમાં તેણે 12.49 લાખના બે સોનાના બિસ્કુટ તેને ભેટમાં આપી દીધા હતા. 

200 ગ્રામ સોનાની ગિફ્ટ
જ્યારે આ છોકરીએ તેના માતા-પિતાને આ વાતની જાણ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા. એ પછી તેઓએ આ બિસ્કુટ પરત કરવાની વાત કરી હતી. જો કે, આ 100-100 ગ્રામના બે બિસ્કુટ હતા. બાળકીની માતાએ જણાવ્યું કે, બાળકના પિતાએ તેને કહ્યું હતું કે, આ સોનું તારી ભવિષ્યની પત્ની માટે સાચવી રાખ્યું છે. તેમને જરાય ખ્યાલ નહોતો કે તેમનું બાળક આને સીરિયસલી લઈ લેશે અને કોઈને ગિફ્ટ કરી દેશે. 

રસપ્રદ પણ ચોંકાવનારો કિસ્સો 
બાળકે પણ એવું કહ્યું કે, તેની માતાએ કહ્યું હતું કે આ સોનું તારી ભાવિ પત્ની માટે છે. જો કે, આ કિસ્સો થોડો રસપ્રદ અને ચોંકાવનારો પણ છે. જો કે, આ ઘટના બન્યા બાદ તેઓએ બીજા બાળકોના માતા-પિતાને પણ સતર્ક રહેવાની વાત કરી હતી. આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો જોયા બાદ અનેક યૂઝર્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, આ છોકરામાં ખરેખર આટલી બધી હિંમત હતી કે તેણે 200 ગ્રામ સોનું ગિફ્ટમાં આપી દીધું.