Ukraine War: રશિયાએ ભૂલથી જ યુક્રેન પાસેના પોતાના જ ગામમાં કર્યો બોમ્બમારો, પાંચ લોકોનાં મોત

Ukraine War: રશિયાની સેનાએ દક્ષિણ વોરોનિશ વિસ્તાર પાસે પેત્રોપાવલોક્વા ગામ પર બોમ્બમારો કર્યો હતો અને તેમાં પાંચ લોકોનાં મોત થયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ ગંભીર સ્થિતિમાં
  • રશિયાએ ભૂલથી પોતાના જ ગામ પર બોમ્બમારો કર્યો
  • રશિયાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી હતી

Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ શાંત થયુ નથી અને આ યુદ્ધ હજુ વધારે ભયંકર બન્યું છે. આ દરમિયાન રશિયાની સેનાએ યુક્રેન પાસે આવેલા પોતાના જ એક ગામ પર બોમ્બમારો કર્યો હતો અને તેમાં પાંચ નાગરિકોનાં મોત નીપજ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ રશિયાની સેનાએ કરી હતી. 

પોતાના જ ગામ પર હુમલો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રશિયાનની સેનાએ દક્ષિણ વોરોનિશ વિસ્તારમાં આવેલા પેત્રોપાવલોક્વા ગામ પર વિમાન પરથી બોમ્બમારો કર્યો હતો. વાયુસેનાએ આ બોમ્બમારો સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ કર્યો હતો. જેમાં કોઈ મર્યુ નથી એવા રિપોર્ટ સામે આવ્યા હતા. રશિયાની સમાચાર એજન્સીએ સેનાનો હવાલો આપતા કહ્યું કે, આ ઘટનામાં પાંચછી છ મકાનોન ક્ષતિગ્રસ્ત થયા હતા. 

પોસ્ટ ડીલીટ કરી 
વોરોનિશ વિસ્તારના ગવર્નર એલેક્ઝેન્ડ ગુસવે કહ્યું કે, કેટલાંક સ્થાનિક લોકોને અસ્થાયી આવાસમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલાં રશિયાના ટોક શોના હોસ્ટ ઓલ્ગા ક્યાબેયેવાએ કહ્યું કે, યુક્રેને વોરોનિશના એક ગામ પર આતંકી હુમલો કર્યો હતો. જો કે, આ સ્થિતિ સ્પષ્ટ થયા બાદ તેણે પોસ્ટ હટાવી લીધી હતી. યુક્રેનના પત્રકાર ડેન કજાંસ્કીએ પોસ્ટને હટાવતા પહેલાં એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. 

92 લોકો ઘાયલ 
તો યુક્રેનના બે સૌથી મોટા શહેરો પર રશિયાએ મિસાઈલો છોડી હતી અને એ રશિયાના ગામ પર પડી હતી. જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે સો લોકો ઘાયલ થયા હોવાના પણ રિપોર્ટ સામે આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે, રાજધાની કીવમાં ચાર નાગરીકોનાં મોત થયા છે અને 92 લોકો ઘાયલ થયા છે.