ડોક્ટરની મૂર્ખતાઃ એકસાથે મહિલાના 20 દાંતની સારવાર કરી! હવે સાહેબ ફસાયા...

ડોક્ટરે મહિલાને 960 મિલિગ્રામ એનેસ્થેસિયાનો ડોઝ આપ્યો જે માન્ય માત્રાથી વધારે છે

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાએ ડોક્ટર પાસેથી લગભગ 42 લાખ રૂપીયાના વળતરની માંગ કરી છે
  • આ આરોપો પર પ્રતિક્રિયા માંગવા બદલ ડો. મોલ્ડ્રેને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી

અમેરિકાના મિનાસોટાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક મહિલા દર્દીએ આરોપ લગાવ્યો છે કે, હું એક ડોક્ટર પાસે ગઈ હતી અને તેણે પહેલીવારમાં જ મારા દાંતમાં 8 કેપ લગાવી, 5 ખરાબ દાંતને કાઢી નાંખ્યા અને 20 દાંતોમાં ફિલિંગ કરી દિધું. એક જ વખતે તમામ દાંતોની સારવાર કરવાથી આ દર્દીએ ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 


શું છે સમગ્ર મામલો? 

રિપોર્ટ્સ અનુસાર, મિનિયાપોલિસ નિવાસી કૈથલીન વિલ્સન મોલ્ડ્રેમ ફેમિલી ડેંડિસ્ટ્રીના ડો. કેવિન મોલ્ડ્રેમ વિરૂદ્ધ દાંતની સારવારમાં લાપરવાહી કરવા બદલ ફરીયાદ દાખલ કરી છે. આ સિવાય આ મહિલાએ મોલ્ડ્રેમ પર તેમને એનેસ્થેસિયાની વધારે માત્રાનો ડોઝ આપવા માટે અને વાતને ખોટી સાબિત કરવા માટે ખોટા રિપોર્ટ્સ બનાવવાનો આરોપ લગાવ્યો છે. 

આ આરોપો પર પ્રતિક્રિયા માંગવા બદલ ડો. મોલ્ડ્રેને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી 

મહિલાએ વળતર આપવાની માંગ કરી 

મોલ્ડ્રેમ દ્વારા કેથલીનના દાંતની સારવારમાં ખૂબજ ખરાબ કામ કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલાએ બીજા ડોક્ટર પાસે ફરીથી સારવાર કરાવવી પડી હતી. તો આની સારવારમાં થયેલા ખર્ચ સિવાય શારિરીક પીડા પરેશાની અને શર્મિંદગીનો પણ સામનો કરવો પડ્યો. એટલે જ તેમણે લગભગ 42 લાખ રૂપીયાના વળતરની માંગ કરી છે. 

એક વિશેષ ડોક્ટરે કરી મહિલાની સારવાર 

ડો. ગોલ્ડસ્ટીને જણાવ્યું કે, કેથલીનના લગભગ દરેક દાંતોમાં સડો હતો જે ખૂબ જ દુર્લભ છે. ત્યારે આવામાં મોલ્ડ્રેમે એક જ સીટીંગમાં પોતાના તમામ દાંતની સારવાર કરી દિધી પરંતુ દર્દીને સાજા કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. એક જ વારમાં તમામ દાંતોની સારવાર શક્ય નથી. આ સિવાય મોલ્ડ્રેમે કેથલીનને 960 મિલિગ્રામ એનેસ્થેસિયાનો ડોઝ આપ્યો જે માન્ય માત્રાથી વધારે છે. 
 

Tags :