વૃદ્ધે 4 કરોડનો ફ્લેટ અને પ્રોપર્ટી ફ્રૂટ્સ વેચનારાના નામે કરી, કારણ પણ ચોંકાવનારું

ચીનના શાંઘાઈમાં રહેતા એક વૃદ્ધે પોતાની ચાર કરોડની પ્રોપર્ટી અને ફ્લેટ એક ફળ વેચનારાના નામે કરી દીધી હતી. ત્યારે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચીનમાં એક વૃદ્ધે ફળ વેચનારાના નામે કરી પ્રોપર્ટી
  • ચાર કરોડનો ફ્લેટ અને પ્રોપર્ટી નામે કરી હતી
  • વૃદ્ધના મોત બાદ તેમની બહેનોએ ભાગ માગ્યો

શાંઘાઈઃ ચીનમાં એક 88 વર્ષીય વૃદ્ધે લગભગ ચાર કરોડનો ફ્લેટ અને તમામ પ્રોપર્ટી એક ફળફળાદિ વેચનારાના નામે કરી દીધી હતી. આ ફ્રૂટ્સ સેલરની સાથે વૃદ્ધનો કોઈ સંબંધ નથી અને ન તો એ તેનો કોઈ પરિવારનો સભ્ય છે. જ્યારે આ વાતની જાણ વૃદ્ધના સંબંધીઓને થઈ તો તેઓ પણ ચોંકી ગયા હતા. એટલું જ નહીં તેઓએ વૃદ્ધને માનસિક બીમાર ગણાવ્યા હતા. જ્યારે લોકોને વૃદ્ધ દ્વારા પ્રોપર્ટી આપવા પાછળનું સાચુ કારણ જાણવા મળ્યું તો લોકો પણ વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા હતા. 

3.84 કરોડનો ફ્લેટ
આ ઘટના ચીનના શાંઘાઈની છે. સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, મા નામના વૃદ્ધે પોતાની 3.84 કરોડ રુપિયાથી વધુની કિંમતનો ફ્લેટ અને સંપતિ લિયુ નામના એક ફળ વેચાણ કરનારાના નામે કરી દીધી હતી. એટલું જ નહીં એગ્રીમેન્ટ પર લખાણ કરવામાં આવ્યું હતું અને સહીઓ પણ લેવામાં આવી હતી. 
 
કેમ આવું કર્યું?
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, માએ પોતાની તમામ પ્રોપર્ટી લિયુ નામના વ્યક્તિને એટલા માટે આપી કારણ કે તેણે વૃદ્ધની ખૂબ જ દેખરેખ રાખી હતી. એટલું જ નહીં લિયુ પોતાની પત્ની અને બાળકો સાથે માની પાસે આવીને રહેવા લાગ્યો, જેથી કરીને તેમની સારી રીતે દેખરેળ રાખી શકે. 

મોત થયું તો બહેનો આવી સામે
રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2021માં જ્યારે વૃદ્ધનું મોત થયું તો તેની ત્રણ બહેનો લિયુ પાસે આવી હતી અને લિયુને પ્રોપર્ટીના દસ્તાવેજ અને બેંકના સર્ટિફિકેટ આપવાનો ઈનકાર કર્યો હતો. તેઓએ એવું કહ્યું કે, તેમના ભાઈની સંપતિમાં તેમનો પણ ભાગ છે. આ બહેનોએ એવું પણ કહ્યું કે, તેમની માનસિક સ્થિતિ સારી નથી. એવો પણ આરોપ મૂક્યો કે, લિયુએ તેમનો ફાયદો ઉઠાવીને પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી છે. 

કોર્ટમાં કેસ ગયો તો શું થયુ?
આખરે કંટાળીને ફળ વેચતા લિયુએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યાં કોર્ટે લિયુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, વૃદ્ધ દ્વારા તેમના મોત પહેલાં લિયુ સાથે કરવામાં આવેલું એગ્રીમેન્ટ એકદમ કાયદેસર છે.