નાસ્ત્રેદમસની 2024 ની ભવિષ્યવાણી અને જાપાનનો ભયાનક ભૂકંપઃ જાણો શું છે કનેક્શન?

નાસ્ત્રેદમસે કથિત રીતે 2024 માં જાપાનના તટ પર પ્રલયકારી ભૂકંપને લઈને આગાહી કરી હતી. ત્યારે તેમની આ ભવિષ્યવાણી વર્ષના પ્રથમ દિવસે જ સાચી પડી છે.

Share:

હાઈલાઇટ્સ

  • તેમણે હિટલરના ઉદય અને 11 સપ્ટેમ્બરના હુમલાઓ અને વિશ્વની અન્ય કેટલીક ઘટનાઓને લઈને પણ સંકેત આપ્યા હતા જે તમામ સાચા સાબિત થયા છે. 
  • નાસ્ત્રેદમસે વધતા જંગલની આગ, દુષ્કાળ અને હવામાન તેમજ ભૂખમરાના સંકેત સહિત ભયાનક જળવાયુ સંબંધીત આપદાઓની પણ ભવિષ્યવાણી કરી છે. 

નાસ્ત્રેદમસ એક એવા ભવિષ્યવેત્તા છે કે જેમને પ્રલયના ભવિષ્યવક્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાસ્ત્રેદમસે કથિત રીતે 2024 માં જાપાનના તટ પર પ્રલયકારી ભૂકંપને લઈને આગાહી કરી હતી. ત્યારે તેમની આ ભવિષ્યવાણી વર્ષના પ્રથમ દિવસે જ સાચી પડી છે. વર્ષ 2024 ના પ્રથમ દિવસે જ જાપાનના ઈશિકાવાના તટ પર અને આસપાસના પ્રાંતોમાં 7.5 નો સુનામી આવ્યો. ત્યારે એ વાત હવે આખા વિશ્વએ સ્વિકારી છે કે, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી હોય છે અને તેને ધ્યાનમાં લેવી જોઈએ. 

નાસ્ત્રેદમસ પોતાના એક પુસ્તક લેસ પ્રોફેટીઝ માટે સૌથી વધારે પ્રચલીત હતા કે જે 1555 માં પ્રકાશિત થયું હતું. 

નવા વર્ષના દિવસે જાપાનના ઈશિકાવામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાન ટુડે અનુસાર, અત્યારસુધીમાં 48 લોકોનાં મોત થયાં છે અને 140 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. એની તીવ્રતા 3.4થી 4.6ની વચ્ચે રહી છે.

ભૂકંપના કારણે ઈશિકાવામાં ઘણી જગ્યાએ આગ લાગી હતી, જેના કારણે 200 ઈમારત બળીને રાખ થઈ ગઈ છે. 32,500 ઘરમાં વીજળી નથી. અહીં વધુ એક ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસ્ત્રેદમસની જાપાનને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી એકદમ સાચી પડી છે. તેમણે હિટલરના ઉદય અને 11 સપ્ટેમ્બરના હુમલાઓ અને વિશ્વની અન્ય કેટલીક ઘટનાઓને લઈને પણ સંકેત આપ્યા હતા જે તમામ સાચા સાબિત થયા છે. 

ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનું મૃત્યુ 1566 માં થયું હતું. તેમની 2024 ની ભવિષ્યવાણીઓમાં સમુદ્રી સંઘર્ષ, શાહી અસ્થિરતા અને માનવીય સંકટ સહિત વૈશ્વિક ઉથલ-પાથલની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. નાસ્ત્રેદમસે વધતા જંગલની આગ, દુષ્કાળ અને હવામાન તેમજ ભૂખમરાના સંકેત સહિત ભયાનક જળવાયુ સંબંધીત આપદાઓની પણ ભવિષ્યવાણી કરી છે. 

Tags :