North Koreaના તાનાશાહ Kim Jong Un મહિલાઓને વધુ બાળકો પેદા કરવાની વાત કરતા રડી પડ્યાં

Kim Jong Un: ઉત્તર કોરિયાના તાનાશાહ ઘટના જન્મદરને લઈને ચિંતામાં છે. આ સ્થિતિમાં તેઓએ આખા દેશની મહિલાઓને બોલાવીને સમસ્યા શેર કરી હતી. તેઓએ મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે આહ્વાન કર્યુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • ઉત્તર કોરિયામાં જન્મદર ઘટતા કિમ જોંગ ટેન્શનમાં
  • મહિલાઓને વિનંતી કરતા રડી પડ્યા કિમ જોંગ
  • મહિલાઓને વધારે બાળકો પેદા કરવા કરી વિનંતી

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં ઘટતા જન્મદરના કારણે તાનાશાહ કિમ જોંગ ઉન ટેન્શનમાં છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓએ પ્યોંગયાંગમાં મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમ બોલાવ્યો હતો. દેશમાં ઘટી રહેલાં જન્મદર પર ચિંતા વ્યક્ત કરતા તેઓએ દેશની મહિલાઓને વિનંતી કરી હતી કે, મહિલાઓ વધારે બાળકો પેદા કરે. સરકાર આ મામાલે પોતાના પ્રયાસો કરી રહી છે. આ પડકાર સામે ઘર સંભાળતી દરેક મહિલાઓએ ઝઝૂમવાનું છે. કિમ જોંગે એવું પણ કહ્યું કે, જન્મદરમાં ઘટાડાને રોકવા માટે અને બાળકોની સારી રીતે દેખરેખ રાખવું એ માતાનું કર્તવ્ય છે. કામ કરતી વખતે પણ બાળકોની સારસંભાળ રાખવી પડશે. 

જન્મદરમાં સતત ઘટાડો 
ઉત્તર કોરિયામાં સતત જન્મદર ઘટી રહ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. 2023 સુધીમાં ઉત્તર કોરિયામાં એક મહિલાથી જન્મ લેનારા બાળકોનો રેશિયો 1.8 હતો. જો કે, આ પ્રજનનદર ઉત્તર કોરિયાના પાડોશી દેશોની સરખામણીમાં ઓછો છે. જે પહેલેથી જ ઘટાડા સાથે ચાલી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં પણ ગયા વર્ષે પ્રજનન દર ઘટીને 0.78એ પહોચ્યો હતો. જ્યારે જાપનમાં આ આંકડો ઘટીને 1.26એ આવી ગયો હતો. દક્ષિણ કોરિયામાં જન્મદર ઘટના બાળ રોગ વિશ્લેષણોમાં પણ ઘટાડો થયો છે. 

ભોજનની પણ સમસ્યા 
લગભગ 25 મિલિયનની વસતી ધરાવતા ઉત્તર કોરિયાનો હાલ દશકોથી ભોજનની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. જેમાં 1990માં આવેલો ઘાતક દુષ્કાળ પણ સામેલ છે. ઉત્તર કોરિયામાં વારંવાર પૂર જેવી પ્રાકૃતિક ઘટનાઓ બનતી રહેતી હોય છે. જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન પહોંચતુ હોય છે. ત્યારે ઉત્તર કોરિયાના નેતાએ રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવા માટે તેમની ભૂમિકા બદલ મહિલાઓનો આભાર માન્યો હતો.