6 પત્નીનો પતિ..પણ બાળક કઈ સાથે કરવું એ વિચારે હલાવી નાખ્યો

એક શખ્સને છ પત્નીઓ છે અને તેને કઈ પત્ની સાથે બાળક પેદા કરવું એ પ્રશ્ન સતાવી રહ્યો છે. પણ તેણે આ પત્નીઓને કેવી રીતે સાચવી રાખી એની પણ વાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • 6 પત્ની રાખતા આર્થરને એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે
  • કઈ પત્ની પાસેથી બાળકની આશા રાખવી, આ પ્રશ્ન કોરી ખાય છે
  • જો કે, તેનું કહેવું છે કે દરેક પત્નીને મિત્ર તરીકે રાખું છું

જો તમે પરિણીત છો અને તમારી પાસે એક પત્ની છે તો તમે ખુશ છો. પણ તમારી પાસે એક સિવાય બે ચાર પત્ની હોય તો તમે શું કરો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈને છ પત્ની છે અને તે તમામને ખુશ રાખે છે પણ એની પાસે એક પશ્ન ચિંતાજનક છે. એ છે કે કઈ પત્ની પાસેથી પહેલા બાળકને જન્મ આપવો. આ અંગ તેણે એક જોરાદર કિસ્સો આખા વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. 

પત્ની વિશે વાત કરી શેર 
સોશિયલ મીડિયા પર એક શખ્સે પોતાની છ પત્નીઓ વિશેની લાઈફ શેર કરી છે. એનું નામ આર્થર છે. આર્થરના જણાવ્યા મુજબ, લગ્ન તો ખાલી મજા કરવા માટે કરવામાં આવે છે, પણ તેની પાસે આ રીતે છ પત્ની છે. જો કે તે તમામ પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. તેણે પોતાનો અનુભવ આખા વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. તેણે છ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને તે હાલ છ પત્ની સાથે રહે છે. હવે તેના મનમાં પ્રશ્ન છે કે કઈ પત્ની પાસેથી પહેલાં બાળકને પેદા કરવું એટલે કે જન્મ અપાવવો. 

આ રીતે રાખે છે ખુશ
આર્થર તેની તમામ પત્નીઓને એક સાથે એક જ ઘરમાં રાખે છે. આ ઘરને તેણે લવ મેન્શન નામ આપ્યું છે. તેણે જણાવ્યું કે, લોકોને એવું લાગે છે કે, તેણે ઘરમાં માત્ર મહિલાઓને રાખી છે. પણ એવુ નથી. છ પત્નીઓ સાથે તે સારી રીતે રહે છે. સૌથી સારી વાત એ છે કે તેણે દરેક પત્ની સાથે કેવી રીતે સમય પસાર કરવું એનું રુટિન તૈયાર રાખ્યું છે. કઈ પત્ની સાથે તે રોકાશે એનું પણ લિસ્ટ તૈયાર રાખ્યું છે. 

છ પત્નીવાળો પતિ 
આર્થરે લોકોને પોતાની છ પત્ની સાથે કેવી રીતે રહે છે એની વાત પણ શેર કરી છે. તેણે જણાવ્યું કે, રોમાન્સ તો માત્ર લગ્નને જીવીત રાખવા માટે જરુરી હોય છે. પણ લગ્નનો પાયો એના પર ટકતો નથી. પત્ની સાથે સારી રીતે દોસ્તી કરો તો દરેક જીવનની સમસ્યા સોલ્વ થઈ જાય. આમ તો આર્થર માટે આ રસ્તો સરળ નથી. એના સોશિયલ મીડિયા પર હજારો ફેન્સ છે. હવે લોકો તેની સલાહ માગી રહ્યા છે.