અચાનક ફાટ્યો ઈન્ડોનેશિયાનો જ્વાળામુખી, 11 પર્વતારોહકોના મોત, ચારે બાજુ ફેલાઈ રાખ

ઈન્ડોનેશિયાના મરાપી જ્વાળામુખી અચાનક ફાટી જતાં ટોચ પર હાજર 11 લોકોના મૃત્યુ પામ્યા છે. અહીથી સતત રાખ બહાર આવી રહી છે. લાવા પર બહાર આવે તેવી શક્યતાને પગલે લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • રેસ્ક્યુ ઓપરેશનમાં ત્રણ જીવિત, 11ના મૃતદેહ મળી આવ્યા હતા
  • વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવવાની આશંકા

ઇન્ડોનેશિયામાં મરાપી જ્વાળામુખી અચાનક ફાટી જતાં તબાહી સર્જાઈ છે. આ ઘટનામાં ત્યાં હાજર 11 પર્વતારોહકોના મોત થયા છે. 9843 ફૂટ ઊંચો જ્વાળામુખી સતત રાખના વાદળો ફેલાવી રહ્યો છે. ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ એક એડવાઈઝરી જારી કરીને લોકોને જ્વાળામુખીની નજીક ન જવાની સલાહ આપી છે. જ્વાળામુખી વિસ્ફોટ પછી, રાખ ખૂબ જ ઝડપે બહાર આવી રહી હતી. જેના કારણે આસપાસના શહેરો પર રાખના વાદળો છવાઈ ગયા હતા. રસ્તાઓ, ઘરો, વૃક્ષો અને વાહનો પર રાખ ફેલાઈ ગઈ.

હવે સવાલ એ થાય છે કે ઈન્ડોનેશિયામાં આટલા બધા સક્રિય જ્વાળામુખી કેમ છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ એ છે કે જ્યાં ઇન્ડોનેશિયા સ્થિત છે ત્યાં યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. ભારતીય-ઓસ્ટ્રેલિયન ટેકટોનિક પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે. ફિલિપાઇન્સ પ્લેટ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

હકીકતમાં ઈન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. મોટાભાગની ભૌગોલિક અને ભૂગર્ભીય પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થાય છે. જેના કારણે ભૂકંપ, સુનામી, લાવા ડોમનું નિર્માણ વગેરે બનતા રહે છે. ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ કેલુત અને માઉન્ટ મેરાપી છે, જે જાવા પ્રાંતમાં સ્થિત છે.

પેડાંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના વડા અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યા બાદ તેમને ત્રણ લોકો જીવિત અને 11 મૃતદેહો મળ્યા છે. તેમણે જણાવ્યું કે ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો મેરાપી પર્વત પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ રાખ ફેલાઈ હતી. જેના કારણે પર્વતારોહકો ગુમ થયા છે અને આસપાસના ઘણા ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટના સ્થળની નજીક પહાડ પર ચઢવાના અને બે માર્ગો હવે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ જ્વાળામુખીના મુખથી 3 કિલોમીટર દૂર આવેલા ગામોને સાવચેતીના પગલારૂપે ખાલી કરાવવામાં આવ્યા છે, કારણ કે, વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવવાની આશંકા છે.