ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરનું મોત? બ્લાસ્ટના વીડિયો બાદ ટ્વીટનો પૂર, શું છે હકીકત?

ભારતીય સંસદ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર નવા વર્ષના પહેલા દિવસે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. કારણ કે તેના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Share:

હાઈલાઇટ્સ

  • વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર મસૂદ અઝરના મોતના સમાચાર વહેતા થયા
  • પાક જર્નાલિસ્ટ આરઝૂ કાઝમીએ દાઉદના ઈબ્રાહિમના મોતના સમાચાર આપ્યા હતા
  • હવે આરઝૂ કાઝમીએ ફરીથી ટ્વિટ કરીને કહ્યું કે, "જો અમે બોલીશું તો તમે કહેશો કે?"

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. આ માટે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'અજાણ્યા'નો આભાર માની રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ મસૂદ અઝહરના મૃત્યુના સમાચારને લઈને એક પોસ્ટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર પર આરઝૂ કાઝમીએ એક વીડિયો બનાવ્યો હતો જે ઘણો વાયરલ થયો હતો.

Viral
masood azhar

પાકિસ્તાની પત્રકાર કાઝમીએ એક સમાચાર શેર કર્યા છે. જેમાં લખ્યું છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર સવારે 5 વાગ્યે અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે. જો કે આ સમાચારને સમર્થન મળ્યું નથી. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર ભાવલપુર મસ્જિદથી પરત ફરી રહ્યો હતો. આ સમાચાર શેર કરતા આરઝૂ કાઝમીએ લખ્યું, "જો અમે બોલીશું તો તમે બોલશો કે?"

દાઉદ ઈબ્રાહિમને લઈને શું કહ્યું હતું?
નોંધનીય છે કે, આરઝૂ કાઝમીએ જ દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર આપ્યા હતા. જે બાદ લોકોએ દાઉદ વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી. તે સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે દાઉદના ભોજનમાં કોઈએ ઝેર ભેળવી દીધું છે અને તેની કરાચીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે આ સમાચારની વધુ પુષ્ટિ થઈ શકી નથી. આ અહેવાલો પર આરઝૂ કાઝમીએ કહ્યું કે પાકિસ્તાન સરકારે પણ તે સમાચાર પર મૌન સેવ્યું છે. આ સમાચારને ન તો નકારી કાઢ્યું ન તો સમર્થન આપ્યું. આવી સ્થિતિમાં હવે મસૂદ અઝહરના મોતના સમાચાર કોઈ પણ જાતની પુષ્ટિ કર્યા વિના સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
બીજી તરફ મસૂદ અઝહરના મોતના સમાચાર પર સોશિયલ મીડિયા યુઝર્સ અજાણ્યા લોકોનો આભાર માની રહ્યા છે. એકે લખ્યું કે નવા વર્ષના દિવસે પણ અજાણ્યા લોકો કામ કરી રહ્યા છે. જ્યારે બીજાએ લખ્યું, 'કંધાર હાઇજેકનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે. અજાણ્યાની પોતાની સ્ટાઈલ છે.'

અન્ય એકે લખ્યું, 'દાઉદ ઇબ્રાહિમ પછી, હવે આ નવા વર્ષ પર, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને કંધારના અપહરણકર્તા મસૂદ અઝરને અજાણ્યા હુમલાખોરો દ્વારા સવારે 5 વાગ્યે બોમ્બ વિસ્ફોટમાં મોતને ઘાટ ઉતારાયો. આભાર અજાણ્યા માણસ'.

ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં 2001માં સંસદ પર હુમલો, 2005માં અયોધ્યા રામજન્મભૂમિ હુમલા અને ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો. અહેવાલો અનુસાર, અઝહર પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ડીપ સ્ટેટની સુરક્ષા કસ્ટડીમાં રહેતો હતો. અગાઉ નવેમ્બર 2023માં, અઝહરના રાઈટ હેન્ડ મૌલાના રહીમુલ્લાહ તારિકની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તાજેતરના સમયમાં અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનમાં ઘણા વોન્ટેડ આતંકવાદીઓને મારી નાખ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન કોઈની ધરપકડ કરવામાં સફળ રહ્યું નથી.