Japan: લેન્ડિંગની સાથે જ આગના ગોળામાં ફેરવાયા 2 વિમાન, 350થી વધુ મુસાફરો હતા સવાર

નવું વર્ષ શરૂ થતાની સાથે જ જાપાન એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. 1 જાન્યુઆરી વિનાશક ભૂકંપ બાદ 2 જાન્યુઆરીના રોજ રનવે પર બે પ્લેનમાં આગ લાગી ગઈ.

Share:

હાઈલાઇટ્સ

  • મળતી માહિતી અનુસાર બે વિમાન અથડાતા આગની જ્વાળાઓ ઉઠી
  • એરલાઈન્સમાં સવાર 367 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

મંગળવારે જાપાનના ટોકિયોના એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું. આ ઘટના હાનેડા એરપોર્ટ પર બની હતી. મીડિયાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવતો જોવા મળ્યો હતો. અકસ્માત સમયે જાપાન એરલાઈન્સના વિમાનમાં 367 મુસાફરો સવાર હતા. દુર્ઘટના બાદ પ્લેનની અંદર અફરાતફરી મચી ગઈ હતી. આકાશમાં આગના વાદળ દેખાવા લાગ્યા. ચીસો વચ્ચે કોઈક રીતે તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

અહી જુઓ પ્લેન દુર્ઘટનાનો ચોંકાવનારો વીડિયો

બ્રોડકાસ્ટર NHK પર ઉપલબ્ધ તસવીરોમાં જોઈ શકાય છે કે પ્લેન રનવે પર આગળ વધી રહ્યું હતું અને તેની નીચે અને પાછળ નારંગી જ્વાળાઓ ફૂટી રહી હતી. એરબસ પ્લેનમાં સવાર તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી, પરંતુ ટેલિવિઝન અહેવાલો અનુસાર એરબસ કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાઈ હતી.

અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ઉત્તરી જાપાની ટાપુ હોક્કાઇડો પરના સાપોરો એરપોર્ટથી પહોંચ્યું હતું. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક હનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે. હજી સ્પષ્ટ નથી કે અથડામણ થઈ હતી કે નહીં, પરંતુ એ ચોક્કસ છે કે અમારું વિમાન સામેલ હતું.

ટેલિવિઝન ફૂટેજમાં બચાવકર્મીઓ દ્વારા સ્પ્રે કર્યા બાદ આગની જ્વાળાઓ પ્લેનથી નીચે જમીન પર પડતી જોવા મળી હતી. રનવે પર સળગતો કાટમાળ પણ હતો. NHKએ જણાવ્યું હતું કે 70થી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં એક દિવસ પહેલા વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે અનેક શહેરોમાં તબાહીના દ્રશ્યો હજી પણ જોવા મળી રહ્યા છે.