દરેક Leap Year ચાર વર્ષે આવતું નથી, એ પાછળનુ વિજ્ઞાન પણ કંઈક આવું છે

વર્ષના સૌથી નાના ફેબ્રુઆરી મહિનામાં 29 ફેબ્રુઆરી જોડવામાં આવે છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે પણ લીપ વર્ષમાં 29 દિવસ થઈ જાય છે.

Share:

હાઈલાઇટ્સ

  • દર ચાર વર્ષે લીપ યર નથી આવતું, આ છે કારણો
  • આ વર્ષે ફેબ્રુઆરીમાં 28ના બગલે 29 દિવસ હશે
  • લીપ યર કઈ રીતે નક્કી થાય એનું કારણ પણ ખાસ છે

Leap Year: આખુ વિશ્વ હાલ નવા વર્ષના રંગમાં રંગાયેલું છે. સાથે આ વર્ષ પણ થોડુ ખાસ રહેવાનું છે. કારણકે આ વર્ષમાં એક દિવસ વધારાનો રહેશે. એટલે કે વર્ષ 2024માં 365ની જગ્યાએ 366 દિવસ હશે, કારણ કે આ વર્ષ લીપ યર છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, દર ચાર વર્ષે લીપ યર હોય છે. પણ ખરેખરમાં લીપ યર શું છે, એની જરુર શું હોય છે. શું દરેક ચોથુ વર્ષ લીપ યર હોય છે. આવો આ તમામ પ્રશ્નોના જવાબ જાણીએ. 

લીપ યર શું છે?
લીપ યરમાં સમાન્ય વર્ષ કરતા એક દિવસ વધારે હોય છે. એટલે કે એક વર્ષમાં સામાન્ય રીતે 365 દિવસ હોય છે પણ લીપ યરમાં 366 દિવસ હોય છે. આખા વર્ષના સૌથી નાના ફેબ્રુઆરીમાં આમ તો 28 દિવસ હોય છે. પણ લીપ યરમાં એક દિવસ જોડાતો હોવાથી તેમાં 29 દિવસ હોય છે. એટલે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં 28ના બદલે 29 દિવસ હશે. 

લીપ વર્ષ કેમ લાગુ કરવામાં આવ્યો?
સૌર કેલેન્ડરમાં એક વર્ષ પૃથ્વી દ્વારા સૂર્યની ચારેકોર કરવામાં આવેલી પરિક્રમા દર્શાવે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લાગે છે. એટલે કે સામાન્ય રીતે એક વર્ષમાં 365 દિવસ હોય છે. જ્યારે 365 દિવસ બાદ વધેલાં છ કલાકને ઉમેરવામાં આવે છે. 6-6 કલાકનો સમય જોડાતા ચાર વર્ષમાં 24 કલાકનો એક દિવસ પૂરો થઈ જાય છે. આ જ કારણે લીપ યરમાં 366 દિવસ હોય છે. 

ક્યારે થઈ શરુઆત?
લીપ યરની શરુઆત 46 ઈસા પૂર્વમાં જુલિયસ સીઝર દ્વારા નિયુક્ત વિદ્વાનો દ્વારા કરવામાં આવી હતી. 12 ઈસ્વીથી તેને સટીક બનાવવામાં આવ્યું હતું. જૂલિયન કેલેન્ડરમાં સામાન્ય રીતે 365 દિવસ હોય છે. જેમાં દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવામાં આવતો હતો.