Delhi થી Goa ની સફર 1 કલાકમાં: નાસાના સુપરસોનિક વિમાનમાં હવે મુસાફરો લઈ જવાની તૈયારી!

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક સુપરસોનિક વિમાન X-59 રજૂ કરી દિધુ છે. આ નાસાનું હાઈટેક સુપરસોનિક વિમાન છે. કેલીફોર્નિયામાં રજૂ થયેલા આ વિમાનને લોકહીડ માર્ટીન સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • નાસાનું કહેવું છે કે તેણે છેલ્લા 3 વર્ષમાં ઘણી વખત ઉડાન ભરી છે અને તેણે પોતાની તાકાત સાબિત કરી છે.
  • આ સુપરસોનિક વિમાન આસમાનમાં અધિકતમ 55,000 ફૂટની ઉંચાઈ સુધી ઉડાન ભરે છે

વિચારો કે જો તમારી પાસે 1510 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કોઈ વિમાન નિકળે અને અવાજ પણ ન આવે તો? પ્રથમ દ્રષ્ટીએ તો એવું લાગે કે આ વાત અશક્ય છે. પરંતુ હવે આ વાત હકીકત બનવા જઈ રહી છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ આવું જ એક સુપરસોનિક વિમાન X-59 રજૂ કરી દિધુ છે. આ નાસાનું હાઈટેક સુપરસોનિક વિમાન છે. કેલીફોર્નિયામાં રજૂ થયેલા આ વિમાનને લોકહીડ માર્ટીન સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે, જ્યારે આ વિમાન સ્પિડ પકડશે તો એવો આવાજ નહી આવે કે જે સામાન્યરીતે સુપરસોનિક વિમાનથી આવતો હોય છે. X-59 ની તસવીરો સામે આવ્યા બાદ હવે આશા છે કે, જલદી જ કોનકોર્ડની જેમ સુપરસોનિક વિમાન સેવા શરૂ થઈ શકશે.

દિલ્હીથી ગોવા એક કલાકમાં

સુપરસોનિક એરક્રાફ્ટ X-59ની સ્પીડ એટલી બધી છે કે તે એક કલાકમાં દિલ્હીથી ગોવા સુધીનું 1500 કિલોમીટરનું અંતર કાપી શકે છે. હાલમાં, સામાન્ય વિમાન દ્વારા આ મુસાફરી પૂર્ણ કરવામાં 2 કલાક 30 મિનિટનો સમય લાગે છે. નાસાએ આ અંગે ઘણા પરીક્ષણો કર્યા છે જે સફળ રહ્યા છે. જો કે, તેની ડિઝાઇનમાં ફેરફાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે જેથી કરીને તેમાં વધુને વધુ મુસાફરોને સમાવી શકાય.

ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે નાસા તેને સત્તાવાર રીતે ક્યારે રજૂ કરશે. કેલિફોર્નિયામાં લોન્ચ થયા બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાસાનું કહેવું છે કે તેણે છેલ્લા 3 વર્ષમાં ઘણી વખત ઉડાન ભરી છે અને તેણે પોતાની તાકાત સાબિત કરી છે.

અવાજથી પણ વધારે હશે આ વિમાનની ગતિ

આ વિમાનની ખાસ વાત એ છે કે, સુપરસોનિક વિમાનની સ્પિડ ધ્વનીની ગતિથી પણ વધારે છે. નાસા આ પ્રોજેક્ટ પર 30 વર્ષથી વધારે સમયથી કામ કરી રહ્યું હતું, જેથી આના અવાજને ઓછો કરી શકાય. સ્પેસ એજન્સી NASA ને આમાં સફળતા મળી છે.

આટલી ઉંચી ભરે છે ઉડાન

આ સુપરસોનિક વિમાન આસમાનમાં અધિકતમ 55,000 ફૂટની ઉંચાઈ સુધી ઉડાન ભરે છે. આટલું જ નહીં પરંતુ તે અન્ય વિમાનોના મુકાબલે 75 ટકા સુધી ઓછો અવાજ કરશે. આને બનાવવામાં 1755 કરોડ રૂપીયા જેટલો ખર્ચ છે. નિર્માતા કંપની લોકહીડ માર્ટીન જ આના નવા વર્ઝનને તૈયાર કરશે. આના વિશે જલદી જ જાહેરાત કરાશે.