ચેસ ચેમ્પિયન બન્યા બાદ નશામાં ડૂબ્યો પ્લેયર, બાથટબમાં ગંદુ કરતા ટ્રોફી છીનવી લેવાઈ

ચેસ ચેમ્પિયન બન્યા બાદ ખેલાડીએ ખૂબ નશો કર્યો હતો અને પછી હોટલના બાથટબમાં ગંદુ કર્યુ હતુ. જે બાદ તેની ટ્રોફી છિનવી લેવામાં આવી હતી. આ ઘટના બાદ તેને ખૂબ જ શરમ અનુભવવી પડી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચેસ ચેમ્પિયન બન્યા બાદ પ્લેયર ભૂલ્યો ભાન
  • દારુ પીને નશામાં હોટલનું બાથટબ બગાડ્યું
  • બોર્ડે પુરસ્કાર છીનવી લીધો અને સસ્પેન્ડ કરી દીધો

ચીનઃ પાડોશી દેશ ચીનમાં ગેમ્સને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એટલા માટે જ ઓલમ્પિક અને એશિયાઈ ગેમ્સમાં મોટા ભાગે તેઓ ટોપ પર હોય છે. ગેમ્સને પ્રેમ કરનારા ચીન માટે એક શરમજનક ઘટના સામે આવી છે. યાન ચેંગલોંગ નામના ખેલાડી પાસેથી તેમનો ખિતાબ છીનવી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક વર્ષ માટે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. એ પાછળનું કારણ એ હતું કે જીત્યા બાદ તેણે નશામાં ધૂત થઈને હોટલનું બાથટબ બગાડ્યું હતું અને ગંદુ કર્યુ હતુ. 

જીતના નશાએ ડૂબાડ્યો
બનાવની વિગતો એવી છે કે, ચીની જીયાંગ્કી એસોસિએશનના જણાવ્યા મુજબ, 48 વર્ષીય યાન છેલ્લા અઠવાડિયે ચીન દ્વીપ હૈનાનમાં આયોજિત રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જિયાંગ્કી કિંગનું ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. એ પછી તે પોતાના દોસ્તો સાથે જીતનો આનંદ લેવા માટે પહોચ્યો હતો. અહીં સુધી તો બધુ ઠીક હતું. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ કે ખિતાબ જીત્યાના થોડા સમય બાદ તેમે હોટલમાં પોતાના મિત્રો સાથે દારુ પીવાનું શરુ કર્યુ હતુ. 

બાથટબ ગંદુ કર્યુ, ટ્રોફી ગઈ
આ હરકત સીએક્સએને જરાય પસંદ પડી નહીં. એ પછી બોર્ડે તેને એક વર્ષ માટે ટૂર્નામેન્ટમાંથી તાત્કાલિક રીતે બેન કરી દીધો હતો અને તેની ટ્રોફી પણ છીનવી લીધી હતી. સીએક્સએએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, દારુ પીધા બાદ યાને બાથટબમાં શૌચ કરી દીધું હતું. હોટલની સંપતિને નુકસાન પહોંચાડ્યું હતું. આ સિવાય તેણે જાહેર જગ્યાએ નૈતિકાનું ઉલ્લંઘન કર્યુ હતુ. ખેર, હાલ તો બોર્ડે તેની પુરસ્કારની રકમ કબજે કરી લીધી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જિયાંગ્કી ટૂર્નામેન્ટના વિજેતાઓને હજારો યુઆન મળે છે. જિયાંગ્કી ચીનની વર્ષો જૂની એક ઐતિહાસિક ગેમ છે.