Video: અમેરિકાના ન્યૂયોર્કમાં ભજન સંઘ્યા, વિદેશી નાગરીકોએ ગાયા રામના ભજનો

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં જોવા મળી રહ્યું છે કે વિદેશી નાગરીકો ભગવાન રામની ધૂન અને ભજનો ગાઈ રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાઈ ભજન સંધ્યા
  • વિદેશી નાગરીકોએ ગાયા ભગવાન રામના ભજનો
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યોયોર્કમાં એક ભજન સંધ્યા યોજાઈ હતી. આ સમયે ગુજરાતીઓ તો ઠીક પણ વિદેશી નાગરીકો ભજનમય બન્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે, અમેરિકાના ન્યૂયોર્કમાં આ ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં વિદેશી નાગરીકો ભગવાન રામમય બન્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ લોકો પણ વખાણી રહ્યા છે. 

વીડિયો થયો વાયરલ 
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિદેશી નાગરીકો ભગવાન રામની ધૂન ગાઈ રહ્યા છે. તેઓએ ભગવાન રામના ભજનો પણ ગાયા હતા. ખરેખરમાં વીડિયો જોતા ન લાગે કે આ ભજનો વિદેશીઓ દ્વારા ગાવામાં આવ્યા હોય. 

રામ લક્ષ્મણ જાનકી...
આ દરમિયાન તેઓએ હાર્મોનિયમ, તબલાં સહિતના વાદ્યોનો પણ ઉપયોગ કર્યો હતો. જેવી રીતે ભારતમાં ભજન યોજાય અને કલાકારો ગાય એ રીતે જ આ ભજન સંધ્યામાં વિદેશી નાગરીકોએ બૂમ પડાવી દીધી હતી. ખેર, હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ તેની ભારોભાર પ્રશંસા કરી રહ્યાં છે. તેઓએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી..સહિતના ભજનો ગાયા હતા.