WW III: શું આપણે વિશ્વ યુદ્ધ તરફ જઈ રહ્યાં છીએ?

જર્મનીના સંરક્ષણ મંત્રાલયમાંથી લીક થયેલા દસ્તાવેજોના આધારે યુદ્ધ નિષ્ણાતો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે યુરોપે પોતાની જાતને રશિયા દ્વારા શરૂ કરવામાં આવનારા યુદ્ધ માટે તૈયારી કરવી પડશે. આ યુદ્ધ કાંતો આ વર્ષે કાંતો આવતાં વર્ષ સુધીમા થઈ શકે છે તેવું આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે.

Courtesy: CNBCTV18

Share:

હાઈલાઇટ્સ

  • રશિયા સાઈબર વોર ચાલુ કરશે
  • નાટો દેશોમાં પોતાના પરમાણુ પ્લાન્ટ પણ શરૂ કરી શકે

જર્મનીના સંરક્ષણ મંત્રાલયમાંથી લીક થયેલા દસ્તાવેજોના આધારે યુદ્ધ નિષ્ણાતો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે 
યુરોપે પોતાની જાતને રશિયા દ્વારા શરૂ કરવામાં આવનારા યુદ્ધ માટે તૈયારી કરવી પડશે. આ યુદ્ધ કાંતો આ વર્ષે કાંતો આવતાં વર્ષ સુધીમા થઈ શકે છે તેવું આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે. 

રવિવારે બિલ્ડ નામના એક અખબારમાં ગુપ્ત મિલિટરી અહેવાલ પ્રકાશિત થયો જેમા એવું લખવામાં આવ્યું હતું કે જર્મનીના સશસ્ત્ર દળો વ્લાદિમીર પુતિન માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યાં છે જે યુદ્ધને વધુ લંબાવવા માગે છે. આ દસ્તાવેજોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રશિયન પ્રમુખ પુતિ નાટો દેશો પર પણ હુમલો કરી શકે છે અને તેમ કરીને તે ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ કરવાની ગણતરીમાં છે. 

બિલ્ડ અખબારમાં આગામી મહિનાઓમાં આવી રહેલી ખરાબ પરિસ્થિતી અંગે અનેકવાર સતર્ક કરી ચૂક્યું છે. બિલ્ડ અખબારના સમાચારનું ભાષાંતર કરીને ન્યૂ યોર્ક પોસ્ટ દ્વારા પણ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે રશિયા જુલાઈ માસથી જ નાટોના બેલ્ટીક દેશો પર હુમલો કરી શકે છે જેમા ભયંકર સાઈબર એટેકનો પણ સમાવેશ થાય છે. 


આ ઉપરાંત એવું પણ આ દસ્તાવેજોમા કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં આ વર્ષે ચૂ્ટણી પ્રમુખપદ માટે થવાની છે તે દરમિયાન અમેરિકામાં રાજકીય શૂન્યવકાશ ઉભો થશે અને તેનો પુતિન ભરપુર લાભ ઉઠાવશે. બિલ્ડના અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન પુતિન લીથુઓનિયા, પોલેન્ડ અને બેલારુસ જેવા વિસ્તારમાં અંદરો અંદર તોફાનો કરાવીને લોકોમા અનરેસ્ટ ઉભું કરશે અને સરહદી ઘર્ષણ પણ થઈ શકે છે. અને છેલ્લે 2025ના જાન્યુઆરી માસમાં યુએન સિક્યુરીટી કાઉન્સિલની મીટીંગમાં પુતિન ખોટી રીતે એવો આક્ષેપ મુકશે તે પશ્ચિમના સાથી દેશો તેની સત્તા સામે ષડયંત્ર રચી રહી છે.

ત્યાર બાદ આ આક્ષેપોને પગલે તે બેલારુસમાં પોતાના સૈન્યને ખડકી દેશે અને બેલ્ટિક દેશોમા માર્ચ 2025 સુધીમાં. આ સ્થિતિમાં આશરે 30000 જેટલા જર્મન સૈનિકોને સંરક્ષણ માટે ઉભા કરી શકાશ જ્યારે બેલારુસમાં રશિયાના 70,000થી પણ વધુ સૈનિકો મોજુદ હશે. આને પગલે મે 2025 સુધીમાં આ સૈન્ય કાર્યવાગી નાટોને રશિયાના સૈન્ય મોરચા સામે પગલાં લેવા માટે મજબુર પણ થવું પડે. જે રશિયા અને પશ્ચિમી દેશોના સૈનિકોમાં ઘર્ષણને આમંત્રણ આપશે. 

જોકે બિલ્ડ દ્વારા જે દસ્તાવેજોના આધારે જોખમ દર્શાવવામાં આવ્યું છે તે માત્ર પેપર જ હોઈ શકે છે પરંતુ અત્યારે જ યુરોપિયન દેશો રશિયા દ્વારા યુદ્ધ છેડવામાં આવશે તેવા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. જર્મનીના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અહેવાલ પર કોઈ ખાસ ટિપ્પણી આપવામાં નથી આવી પણ એવું જરૂર કહ્યું છે કે, જુદા જુદા દેશોમાં અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેને જોતાં કઈ પણ ભલે થાય અત્યારે તો અમે એટલું જ કહીં શકીએ છીએ કે આ બધી જ બાબતો રોજે રોજ થતી સૈન્ય તાલિમનો ભાગ જ છે. 

આ સમાચાપ અંગે ઘણા કોમેન્ટેટર્સ ઘણી બધી વાતો કરી ચૂક્યા છે.

યુનિવર્સીટી ઓફ ઓસ્લોના ફેબિયન હોફમેને કહ્યું કે, પશ્ચિમી દેશો રશિયા સાથે યુદ્ધના કિનારે છે ભલે કોઈ માને કે ના માને. તેણે એવુ લખ્યું કે રશિયા એમ મોટો હુમલો નહીં કરે કારણ કે ઘણા નાટો દેશો અત્યારે યુક્રેઈનની મદદે છે એટલે એટલા મોટા પાયે યુદ્ધ થાય એમ નહીં થાય પણ, નાના હુમલા કરીને રશિયા રમખાણ મચાવી શકે છે. 

ત્યારે બાદ રશિયા કેટલાક નાટો દેશો પર પોતાનો ન્યુક્લિય પંજો પણ કસી શકે છે જ્યારે પોતાના ન્યુક્લિયર પ્લાન્ટ પણ નાખી શકે. મિલિટરી નિષ્ણાતોનું એવું માનવુ છે કે રશિયા પશ્ચિમના દેશોની સૈન્ય સત્તાને હરાવવા નથી માંગતુ પણ માનસિક રીતે તેમને તોડી પાડવા માગે છે.