Americaએ શક્તિશાળી સ્પેસએક્સ રોકેટ પર માનવ રહિત ડ્રોન અંતરિક્ષમાં મોકલ્યું

સ્પેસએક્સનું ફાલ્કન હેવી, ખૂબ જ ગુપ્ત રોકેટ અમેરિકાની સેનાએ ગુપ્ત X-37B ડ્રોનને એક મિશન માટે અંતરિક્ષમાં રોકેટ સાથે મોકલ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકાનું ગુપ્ત મિશન શું છે, રોકેટ સાથે માનવ રહિત ડ્રોન અંતરિક્ષમાં મોકલ્યું
  • 14 ડિસેમ્બરે ચીન દ્વારા ફાલ્કન હેવીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું
  • જો કે, પેન્ટાગોને આ મિશન વિશે હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી આપી નથી

ફ્લોરિડાઃ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં રાત્રે એક રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. જો કે, આ રોકેટ સાથે એક માનવ રહિત ડ્રોન પણ મોકલવામાં આવ્યું છે. લોન્ચનું લાઈવ સ્ટ્રીમ સ્પેસએક્સની વેબસાઈટ પર પણ કરવામાં આવ્યું હતું. માનવ રહિત અને પોતાની રીતે કામ કરનારા X-37B અંતરિક્ષ યાન પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જો કે, એ વાત પણ હજુ ગુપ્ત છે કે આ પોતાના સાતમા મિશન માટે ક્યાં જઈ રહ્યું છે. 

ગુપ્ત મિશન 
પેન્ટાગોને ડ્રોન અને તેના નવા પ્રયાસો વિશે ખૂબ જ ઓછી જાણકારી શેર કરી છે. શરુઆતમાં સાત ડિસેમ્બરના રોજ તેને લોન્ચ કરવાનો પ્લાન હતો. પોતાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સ્પેસએક્સે માત્ર પેન્ટાગોનના મિશન કોડ નેમ યુએસએસએફ 52 દ્વારા તેને સંદર્ભિત કર્યો છે. ફાલ્કને હેવીએ યુએસએસએફ 52 મિશનને લોન્ચ કોમ્પલેક્સ 39એ કક્ષામાં લોન્ચ કર્યુ છે. 

પેન્ટાગોનનો ખુલાસો
જો કે, પેન્ટાગોને એની વિશેષતાઓ વિશે હજુ સુધી મૌન તોડ્યુ નથી. પરંતુ એવો ખુલાસો કર્યો કે, એક્સ 37બીના સાતમા મિશનમાં અનેક આધુનિક પ્રયોગો સામેલ છે.  ગયા મહિને વાયુ સેનાએ રેપિડ સેપેબિલિટીઝ કાર્યાલયમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પરીક્ષણોમાં નવા મિશનો સામેલ હશે. ભવિષ્યમાં અંતરિક્ષ ડોમેન જાગરુકતા ટેકનોલોજીની સાથે પ્રયોગ અને નનાસા દ્વારા પ્રદાન કરવામાં આવેલી સામગ્રીઓ પર વિકિરણ પ્રભાવોની તપાસ કરવી પણ મિશનમાં સામેલ છે. 

આટલું સક્ષમ છે 
ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર છે કે એક્સ 37બીએ ફાલ્કન હેવી પર સવારી કરી છે. જે સૌથી શક્તિશાળી રોકેટોમાંનું એક છે. જે 26700 કિલો સુધીના પેલોડને અંતરિક્ષમાં લઈ જવા માટે સક્ષમ છે. ફાલ્કન હેવીનું ટેસ્ટિંગ ચીન દ્વારા 14 ડિસેમ્બરના રોજ રહસ્યમય રોબોટિક અંતરિક્ષ વિમાન, શેનલાંગને તૈનાત કર્યાના બે અઠવાડિયા બાદ થયું છે.