France: ફ્રાંસમાં રોકવામાં આવેલા વિમાનના 303 ભારતીય પેસેન્જર્સને ત્રણ દિવસ બાદ મળી જવાની મંજૂરી

માનવ તસ્કરીની શંકામાં ગુરુવારે પેરિસમાં 150 કિમી દૂર વૈટ્રી એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમની ન્યાયાધીશો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ત્રણ દિવસ આખરે 303 ભારતીય પેસેન્જર્સનો છૂટકારો
  • આકરી પૂછપરછ બાદ પરત ફરવાની આખરે મળી મંજૂરી
  • માનવ તસ્કરીની શંકામાં એરપોર્ટ પર થઈ હતી અટકાયત

પેરિસઃ ગયા ગુરુવારે વિમાનના 303 ભારતીય પેસેન્જર્સને એરપોર્ટ પર રોકવામા આવ્યા હતા. આખરે ત્રણ દિવસ બાદ હવે આ તમામ પેસેન્જર્સને જવાની મંજૂરી મળી છે. માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસીસના અધિકારીઓએ આ તમામ પેસેન્જર્સને વિમાન સાથે રોક્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્રણ દિવસની આકરી પૂછપરછ બાદ આખરે આ તમામ પેસેન્જરને જવાની મંજૂરી મળી છે. ફ્રાંસના ન્યાયાધીશોએ પૂછપરછ કરી હતી અને આખરે સુનાવણી રોકી દીધી હતી. ગયા ગુરુવારે પેરિસથી 150 કિલોમીટર દૂર પૂર્વ વૈટ્રી એરપોર્ટ પર આ ભારતીય પેસેન્જર્સને માનવ તસ્કરીની શંકામાં રોકવામાં આવ્યા હતા. 

માનવ તસ્કરીની શંકા 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે આ તમામ પેસેન્જર્સને ત્યાંથી જવાની મંજૂરી મળી ગઈ છે. એટલે કે સોમવારે વિમાન ઉડાન ભરશે અને ભારત પહોંચશે. જો કે, આ વિમાનને તેના ગંતવ્ય સ્થળે નહીં લઈ જવામાં આવે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેટલાંક પેસેન્જર્સ હિન્દી અને કેટલાંક તમિલ બોલી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું રહ્યું છે કે તેઓએ તેમના પરિવારો સાથે ફોન પર વાતચીત કરી હતી. સૂત્રોનું માનીએ તો કેટલાંક પેસેન્જર્સે વિરોધ પણ કર્યો હતો. 

વિમાનમાં 11 સગીર 
આ વિમાનમાં 11 સગીરનો સમાવેશ થાય છે. તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી. જો કે, અટકાયત થયા બાદ શનિવાર સાંજ સુધી અટકાયતનો સમય 48 કલાક માટે વધારી દેવામાં આવ્યો હતો. આ વિમાન રોમાનિયાની ચાર્ટર કંપની લીજેન્ડ એરલાઈન્સનું છે. જો કે, કંપનીએ પણ માનવ તસ્કરીના આરાપોને નકાર્યા હતા. કંપનીએ કહ્યું કે, તેમની ભાગીદાર કંપનીએ વિમાનને ભાડે લીધું છે. એટલે તમામ પેસેન્જર્સના પાસપોર્ટ, વીઝા સહિતના દસ્તાવેજ ચકાસવા માટે જવાબદાર છે. તેઓ ઉડાનના 48 કલાક પહેલાં પેસેન્જર્સના પાસપોર્ટની જાણકરી કંપનીને આપતી હોય છે. 

આ શંકા હતી 
મહત્વનું છે કે, ફ્રાંસમાં માનવ તસ્કરીનો ગુનો સાબિત થાય તો ત્યાં વીસ વર્ષની સજાની જોગવાઈ છે. જો કે, ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, આ ઘટના બન્યા બાદ અમારા અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને મદદ કરવા હાજર રહ્યા હતા. જો કે, એવી શંકા હતી કે આ તમામ પેસેન્જર્સ ગેરકાયદે અમેરિકાથી કેનેડામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.