America: મેડીકલ ક્ષેત્રે ઈતિહાસ રચાયો, વિશ્વમાં પ્રથમ વખત સંપૂર્ણ આંખનું ટ્રાન્સપ્લાન્ટ

America: ન્યૂયોર્કના સર્જનોએ પહેલી વખત સંપૂર્ણ માનવ આંખનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. અત્યાર સુધી આંખના ટ્રાન્સપ્લાન્ટમાં આંખના ઉપરના સ્તર, માત્ર કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું. ત્યારે અમેરિકા (America)માં પ્રથમ વખત આંખની સાથે ડોનરના ચહેરાનો ભાગ પણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે.  Americaમાં મેડીકલ ક્ષેત્રે ઈતિહાસ રચાયો અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રથમ વખત ડોક્ટરોની ટીમે ચહેરાની સર્જરી દરમિયાન વ્યક્તિની […]

Share:

America: ન્યૂયોર્કના સર્જનોએ પહેલી વખત સંપૂર્ણ માનવ આંખનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. અત્યાર સુધી આંખના ટ્રાન્સપ્લાન્ટમાં આંખના ઉપરના સ્તર, માત્ર કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું. ત્યારે અમેરિકા (America)માં પ્રથમ વખત આંખની સાથે ડોનરના ચહેરાનો ભાગ પણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે. 

Americaમાં મેડીકલ ક્ષેત્રે ઈતિહાસ રચાયો

અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રથમ વખત ડોક્ટરોની ટીમે ચહેરાની સર્જરી દરમિયાન વ્યક્તિની એક આખી આંખ બદલી હતી. આ માટેનું ઓપરેશન આશરે 21 કલાક સુધી ચાલ્યું હતું. અંદાજે 140 જેટલા ડોક્ટર્સે મળીને આ સર્જરી કરી હતી. અત્યાર સુધી, ડોક્ટરો માત્ર કોર્નિયા (આંખની ઉપરના સ્તર)નું ટ્રાન્સપ્લાન્ટ કરતા આવ્યા છે.

ત્યારે અમેરિકા (America)માં કરવામાં આવેલા સંપૂર્ણ આંખના ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, પરંતુ દર્દીની આંખોની રોશની પાછી આવશે કે નહીં તે હજુ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. 

ઈલેક્ટ્રિક શોકમાં ગુમાવી આંખ

આજથી બે વર્ષ પહેલા જોદાર ઈલેક્ટ્રિક શોક લાગવાના કારણે 46 વર્ષીય એરોન જેમ્સે ડાબી આંખ, કોણીની ઉપરનો ડાબો હાથ, નાક, હોઠ, આગળના દાંત, ગાલનો ભાગ અને ચિનનું હાડકું ગુમાવ્યું હતું. કોસ્મેટિક સર્જરી તરીકે ડોક્ટરો માત્ર આંખની કીકીને જ સામેલ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

વધુ વાંચો: સૂર્ય મંડળના બીજા નંબરના અને પૃથ્વીના ભગીની ગ્રહ પરથી ઓક્સિજન મળ્યો

આજ સુધી માત્ર કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાતું

એનવાયયુ લેંગોન હેલ્થની સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડોક્ટર એડ્યુઆર્ડો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે તે આંખમાં સર્જરીના 6 મહિનાની અંદર રક્તવાહિનીઓ અને રેટિના સારી રીતે કાર્યરત થશે. ત્યાર પછી જ કહી શકાશે કે એરોન જોઈ શકશે કે નહીં. ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં 21 કલાકનો સમય લાગ્યો હતો. 

વધુમાં જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ આંખનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જે એક મોટું પગલું છે જેના વિશે સદીઓથી વિચારવામાં આવ્યું હતું પરંતુ ક્યારેય શક્ય ન હતું. અત્યાર સુધી ડોક્ટરો માત્ર કોર્નિયા એટલે કે આંખના આગળના ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હતા, પરંતુ હવે આખી આંખ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે.

વધુ વાંચો: Cyber Fraudનો શિકાર બન્યો વ્યક્તિ, બોગસ લિંકે 2.4 લાખ ખંખેર્યા

30 વર્ષની વ્યક્તિ બની ડોનર

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, જેમ્સને 7200 વોલ્ટનો આંચકો લાગ્યો હતો. ઘણી મહેનત પછી ચહેરાની સર્જરી કરવામાં આવી હતી પણ તેનો અડધો ચહેરો બદલાઈ ગયો હતો. આ દરમિયાન ડાબી આંખ પણ બદલાઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ એક 30 વર્ષની એક વ્યક્તિએ જેમ્સને પોતાનો ચહેરો અને આંખો દાનમાં આપી હતી.

અમેરિકા (America)માં જેમ્સ ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારો માત્ર 19મો વ્યક્તિ છે. તેની પત્ની મેગન જેમ્સે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તેની આંખ સંપૂર્ણપણે કાઢી નાખવી પડી હતી, જેના કારણે તે ખૂબ જ પીડામાં હતો. પરંતુ આ સર્જરી પછી તેને જોવો એ એક સુખદ અનુભૂતિ છે. તે દાન આપનાર વ્યક્તિની આભારી છે.

Tags :