"હાથથી ખાનારા લોકો ધન્યવાદ. અમારા એરપોર્ટ અને સાર્વજનિક સ્થાનો પર તમારું લાળ છોડવા માટે અમે આપનો આભાર માનીએ છીએ..."

વિડીયોમાં ભાત ખાઈ રહેલી મહિલા દક્ષિણ એશિયાની હોય તેવું લાગી રહ્યું છે. એરપોર્ટ પર બેસીને એ મહિલા ભાત ખાઈ રહી હતી અને આનો એક અમેરિકી મહિલાએ વિડીયો ઉતારી લીધો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • અયોગ્ય રીતે મહિલાએ જ મહિલાની ટીકા કરતા, સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા
  • વિડીયો વાયરલ કરનારી મહિલાની સોશિયલ મીડિયા પર થઈ જોરદાર ટીકાઓ

એરપોર્ટ પર ભાત ખાઈ રહેલી એક મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાત ખાતી આ મહિલાનો વિડીયો એરપોર્ટ પર અન્ય એક મહિલા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો અને તેણીએ આ મહિલાને ગંદી મહિલા કહી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો કેપ્ચર કરનારી મહિલાની લોકો ટીકા કરી રહ્યા છે. 

વિડીયોમાં ભાત ખાઈ રહેલી મહિલા દક્ષિણ એશિયાની હોય તેવું લાગી રહ્યું છે. એરપોર્ટ પર બેસીને એ મહિલા ભાત ખાઈ રહી હતી અને આનો એક અમેરિકી મહિલાએ વિડીયો ઉતારી લીધો હતો. વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને આ મહિલાએ લખ્યું કે, આ મહિલા મારી બાજુમાં બેસીને પોતાના હાથથી કેમ ખાઈ રહી હતી? એક અન્ય પોસ્ટમાં તેણીએ લખ્યું કે, હાથથી ખાવા વાળા લોકો ધન્યવાદ.. અમારા એરપોર્ટ અને સાર્વજનિક સ્થાનો પર તમારી લાળ છોડવા માટે અમે આપનો આભાર માનીએ છીએ. 

તેણીએ લખ્યું કે, હવે આપણે માસ્કની અનિવાર્યતા તરફ પાછું વળવાની જરૂર છે. પોતાના હાથોને ચૂમવાનું છોડી દો. આ પ્રકારે ભાત પોતાના પરિવાર અને પોતાના પાલતુ જાનવરો સાથે ઘરે શાંતિથી ખાઓ. મહિલાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, અને હાથથી ભાત ખાતી મહિલાની આ પ્રકારે ટીકા કરવા બદલ લોકો આ મહિલાની બહુજ ટીકા કરી હતી.