Video: ફ્લાઇટમાં વિલંબ થતા પેસેન્જર ઉશ્કેરાયો, Indigoના પાઇલટને માર્યો જોરદાર મુક્કો

આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીળી હૂડી પહેરેલ એક વ્યક્તિ અચાનક દોડી આવ્યો અને અગાઉના ક્રૂની જગ્યાએ આવેલા નવા પાઇલટને મુક્કો માર્યો.

Share:

હાઈલાઇટ્સ

  • ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો
  • ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે પાઈલટને મુક્કો માર્યો

નવી દિલ્હીઃ ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટ જ્યારે ફ્લાઈટ મોડી થવાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે એક મુસાફરે તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાયલોટ મુસાફરોની સામે કેટલીક જાહેરાત કરી રહ્યો છે, ત્યારે પીળા રંગની હૂડી પહેરેલી વ્યક્તિ પાછળથી આવે છે અને તેને થપ્પડ મારે છે. આ પછી એક એર હોસ્ટેસ કહેતી સાંભળવા મળે છે કે તમે જે કર્યું તે ખોટું હતું. આ સાંભળીને તે વ્યક્તિ ફરીથી કહે છે કે અમે આટલા લાંબા સમયથી બેઠા છીએ.

જુઓ વીડિયો


આ વિડિયો માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @Capt_Ck નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં વાંચવામાં આવ્યું છે કે એક મુસાફરે ઈન્ડિગોના કેપ્ટનને થપ્પડ મારી હતી જ્યારે તે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. આ વીડિયોને 2.5 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

મુસાફર સામે કાર્યવાહી કરવા માંગ
વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ફ્લાઇટમાં વિલંબથી પાઇલટ અથવા કેબિન ક્રૂને શું લેવાદેવા છે. તે પોતાનું કામ કરતો હતો. આવી સ્થિતિમાં હુમલો કરનાર મુસાફરની ધરપકડ કરીને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવું જોઈએ. મુસાફરનો ફોટો પણ પ્રકાશિત કરવો જોઈએ. એક યુઝરે લખ્યું કે હતાશા કોઈ મુસાફરને ક્રૂ મેમ્બર પર શારીરિક હુમલો કરવાનો અધિકાર નથી આપતી.