ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી વાનખડેમાં બદલો લઈ રચ્યો ઈતિહાસ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપમાં ભારતીય ટીમને મળેલી હારનો બદલો લીધો છે અને વાનખેડેમાં જોરદાર ઈતિહાસ રચી દીધો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વાળ્યો ફાઈનલની હાલનો બદલો
  • ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી ટેસ્ટમાં હરાવીને રચ્યો ઈતિહાસ
  • માત્ર 79 રન 19 જ ઓવરમાં બનાવીને ભારતીય ટીમ જીતી

મુંબઈઃ વાનખેડેમાં મહિલા ક્રિકેટ ટીમે એક જોરદાર ઈતિહાસ રચી દીધો છે. મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને સરળતાથી હરાવી દીધી હતી. મેચના ચોથા દિવસે આઠ વિકેટથી ટીમ જીતી ગઈ છે. મેચના ચોથા દિવસે ટીમને માત્ર 75 રનનો જ ટારગેટ મળ્યો હતો. આ ટારગેટ ટીમે માત્ર 19 જ ઓવરમાં પૂરો કરી દીધો હતો. જો કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને વર્લ્ડકપમાં ભૂંડી હાર આપી હતી. ત્યારે વર્ષના અંતે મહિલા ક્રિકેટની ટીમે મહિલા ક્રિકેટમાં આ ઈતિહાસ રચી દીધો છે. 

406 રન બનાવ્યા 
મેચમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. તાલિકા મેકગ્રાએ સૌથી વધારે 50 રન અને બેથ મૂનીએ 40 રન ફટકાર્યા હતા. જ્યારે ભારતીય ટીમની પૂજા વસ્ત્રાકરે ચાર અને સ્નેહ રાણાએ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં  406 રન બનાવ્યા હતા.     ત્યારે ભારત 189 રનથી આગળ હતુ. દિપ્તી શર્માએ 78 અને સ્મૃતિ મંધાનાએ 74 રન બનાવ્યા હતા. આ સિવાય રુચા ઘોષે અને જેમિમા રોડ્રિગ્સે પણ ફીફ્ટી ફીફ્ટી ફટકારી હતી. 

બદલો વાળ્યો ટીમે 
ભારત માટે બીજી ઈનિંગમાં સ્મૃતિ મંધાનાએ છ ચોગાની મદદથી 38 રન બનાવ્યા હતા. આ પહેલાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દસ જેટલી ટેસ્ટ મે રમાઈ હતી. જેમાં ચાર મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ હતુ અને છ મેચ ડ્રોમાં ગઈ હતી. એટલે કે તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ખેર, હાલ તો જાણેકે મહિલા ક્રિકેટ ટીમે ઈન્ડિયાને વર્લ્ડકપમાં હારાવવાનો બદલો વાળ્યો છે.