IND vs AFG 2nd T20: '0' પર આઉટ થઈને પણ રોહિતે બનાવ્યો મોટો રેકોર્ડ!

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અફધાનિસ્તાન સામેની છેલ્લી બે ટી-20 મેચમાં એક પણ મેચમાં ખાતુ ખોલાવી શક્યો નહોતો, પરંતુ તેણે ધોનીની એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેપ્ટન તરીકે, રોહિતે સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ મેચ જીતવાના એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે.

રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી-20 મેચ યોજાઈ હતી. જેમાં યશસ્વી જયસ્વાલ અને શિવમ દૂબેની તોફાની બેટિંગને કારણે અફઘાનિસ્તાન 6 વિકેટથી હાર્યું હતું અને સાથોસાથ સિરીઝ પણ ગુમાવી દીધી. જણાવી દઈએ કે, ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી-20 સીરિઝ છે, જેમાંથી બે મેચમાં ભારતે જીત મેળવીને 2-0 લીડ પણ મેળવી દીધી છે. મહત્વનું છે કે, રોહિત સતત બીજી મેચમાં બેટથી કોઈ કમાલ કરી શક્યો નહોતો. પ્રાપ્ત અહેવાલો અનુસારપ તે લગભગ એક વર્ષ પછી ટી-20 મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ મોહાલી બાદ ઈન્દોરમાં પણ તેણે ક્રિકેટ ફેન્સને નિરાશ કર્યા હતા. જો કે, બંને જગ્યાએ ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. આમ બેટે દગો આપ્યા છતાં કેપ્ટન તરીકે રોહિતે દિગ્ગજ એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

કેપ્ટન કૂલના રેકોર્ડની બરાબરી કરી
કેપ્ટન તરીકે 53 T20 મેચોમાં રોહિત શર્માની આ 41મી જીત છે. બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) 72 ટી-20 મેચોમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યું છે અને 41 મેચોમાં ભારતને જીત અપાવી છે. રોહિત બેંગલુરુમાં રમાનારી શ્રેણીની ત્રીજી T20 મેચ જીતીને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી શકે છે. રોહિત 150મી T20 ઈન્ટરનેશનલ મેચ રમવા ઉતર્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

સૌથી વધુ ટી-20 જીતનાર કેપ્ટન બની જશે!
36 વર્ષીય રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની આ 12મી T20 સિરીઝ જીત છે. રોહિત શર્મા સૌથી વધુ T20 સિરીઝ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ રેકોર્ડ સાથે રોહિતનો એક શરમજનક રેકોર્ડ પણ બન્યો છે. અહેવાલો અનુસાર રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત '0' પર આઉટ થવામાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આંકડા પર નજર કરીએ તો રોહિત ઈન્ટરનેશનલ ક્રિકેટની ટી-20 મેચમાં 12 વખત ઝીરો પણ પેવેલિયન પરત ફર્યો છે.