વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની પહેલી ટી-20 મેચ નહી રમેઃ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો!

ભારત અને અફઘાનીસ્તાન 11 જાન્યુઆરીથી દ્વીપક્ષીય શૃંખલામાં આમને-સામને હશે અને સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાશે. કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે, કોહલી બીજી અને ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલ માટે ટીમમાં જોડાશે. 

Share:

હાઈલાઇટ્સ

  • 11 જાન્યુઆરીના રોજ વિરાટ કોહલીની દીકરી વામીકાનો જન્મ દિવસ છે
  • દિકરીના જન્મ દિવસને લઈને જ વિરાટ પહેલી મેચ ન રમતા હોવાની ચર્ચા

 

વિરાટ કોહલી અફઘાનીસ્તાન વિરૂદ્ધ થનારી પ્રથમ ટી-20 મેચમાં વ્યક્તિગત કારણોસર નહીં રમી શકે. પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચેલા હેડ કોચ રાહુલ દ્રવીડે આ મામલે જાણકારી આપી હતી. ભારત અને અફઘાનીસ્તાન 11 જાન્યુઆરીથી દ્વીપક્ષીય શૃંખલામાં આમને-સામને હશે અને સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાશે. કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે, કોહલી બીજી અને ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલ માટે ટીમમાં જોડાશે. 

ગત સપ્તાહે રાષ્ટ્રીય ચયન સમિતિએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સિરીઝ માટે વિરાટ કોહલી અને રોહિત શર્માને 14 મહિના બાદ ટી-20 ટીમમાં શામિલ કર્યા છે. જૂનમાં થનારી ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતની આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સીરીઝ છે. સૂત્રો અનુસાર, વિરાટ કોહલી અત્યારસુધી ટીમ સાથે નથી જોડાઈ શક્યા. 11 જાન્યુઆરીના રોજ તેમની દીકરી વામીકાનો જન્મ દિવસ છે, ત્યારે કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ જ કારણથી તેઓ ટી-20 માટે અવેલેબલ નથી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જ ઓપનિંગ કરશે. 

પહેલી વનડે માટે ભારતની સ્ક્વોડ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજૂ સેમસન, શિવમ દૂબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવી બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર