T20 World Cup 2024 Schedule: ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ થયુ જાહેર, આ દિવસે ભારત-પાકિસ્તાનની જંગ

ICCએ ટી20 વર્લ્ડકપનું શેડ્યૂલ જાહે કર્યુ છે. ભારતીય ટીમને આયરલેન્ડ, પાકિસ્તાન, યુએઈ અને કેનેડા સાથે રાખવામાં આવ્યું છે. 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જામશે.

Share:

હાઈલાઇટ્સ

  • T20 વર્લ્ડકપનું શેડ્યૂલ થયુ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે આ દિવસે જંગ
  • 9 જૂને ભારત પાકિસ્તાન સામે ટકરાશે,29 જૂને રમાશે ફાઈનલ
  • ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાંચ જૂને, આયરલેન્ડ સામે ટક્કર

મુંબઈઃ આ વર્ષે જૂનમા આઈસીસી ટી20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયુ છે. આ વર્ષની ટી20 વર્લ્ડકપમાં કુલ 55 મેચ રમાવાની છે. જે વેસ્ટઈન્ડિઝ અને યુએઈના મેદાન પર રમાશે. મેજબાન યુએઈ અને કેનેડા વચ્ચે આગામી 1 જૂનના રોજ પહેલી મેચ રમાશે. 26 અને 27 જૂનના રોજ સેમી ફાઈનલ રમાશે. એ પછી બારબાડોઝમાં 29 જૂનના રોજ ફાઈનલ રમાશે. 

ભારત-પાકિસ્તાનની આ દિવસે ટક્કર 
ટીમ ઈન્ડિયાને આયરલેન્ડ, પાકિસ્તાન, યુએઈ અને કેનેડાના ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમની શરુઆતની ત્રણ ગ્રુપની મેચ ન્યૂયોર્કમાં થશે. ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ પાંચ જૂનના રોજ આયરલેન્ડ સામે રમશે. એ પછી ભારતની બીજી મેચ 9 જૂનના રોજ રમાશે અને એ પણ પાકિસ્તાન વિરુદ્ધ. એ પછી ટીમ ઈન્ડિયા પોતાન ત્રીજી મેચ 12 જૂનના રોજ યુએઈ સામે રમશે. એ પછી ભારતની છેલ્લી મેચ 15 જૂનના રોજ કેનાડા સામે રમાશે. 

ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ 

  • 5 જૂન-આયરલેન્ડ, ન્યૂયોર્ક
  • 9 જૂન-પાકિસ્તાન, ન્યૂયોર્ક 
  • 12 જૂન-અમેરિકા, ન્યૂયોર્ક 
  • 15 જૂન-કેનેડા, ફ્લોરિડા 

આવું હશે ફોર્મેટ 
આગામી ટી20 વર્લ્ડકપ 1 જૂનથી લઈ 29 જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને યુએઈમાં રમાશે. 20 ટીમને પાંચ પાંચના ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. ગ્રુપની બે ટીમ સુપર 8માં એન્ટ્રી કરશે. સુપર 8 સ્ટેજમાં બંને ગ્રુપની બે બે મુખ્ય ટીમ સેમીફાઈનલમાં એન્ટર થશે. એ પછી બે ટીમ ફાઈનલમાં જશે. ટૂંકમાં આ વખતે ગઈ વખત કરતા મુકાબલો જોરદાર રહેવાનો છે. ગયા ટી20 વર્લ્ડકપમાં 16 ટીમોએ ભાગ લીધો હતો અને 8 ટીમોને સીધા સુપર 12 સ્ટેજમાં એન્ટ્રી મળી હતી. જ્યારે ચાર ટીમોએ ક્વોલીફાઈડ રાઉન્ડ દ્વારા સુપર 12માં પોતાનું સ્થાન મેળવ્યું હતું.