T20 World Cup 2024: પાર્થિવ પટેલે કેપ્ટન્સી માટે રોહિત અને હાર્દિકમાંથી જણાવી પોતાની પસંદ

પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરનારા હાર્દિક પંડ્યા મેદાન પર ક્યારે કમબેક કરશે તેની કોઈ તારીખ નિશ્ચિત નથી

Courtesy: Image: Twitter

Share:

 

T20 World Cup 2024: આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2024)ને લઈ ક્રિકેટના રસિકો અત્યારથી જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટન્સીને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. 

 

આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે એક ઈન્ટરવ્યુ દરમિયાન વનડે વર્લ્ડકપ 2023માં કેપ્ટન્સી કરનારા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યામાંથી કોણે ટી20 વર્લ્ડ કપની કેપ્ટ્ન્સી કરવી જોઈએ તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. 

T20 World Cup 2024 માટે પાર્થિવ પટેલનો મત

પાર્થિવ પટેલે આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે કેપ્ટન્સી માટે કોણ શ્રેષ્ઠ રહેશે તે અંગેની ચર્ચા દરમિયાન અંતમાં હાર્દિક પંડ્યાના સ્થાને રોહિત શર્માના અનુભવને મહત્વ આપીને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માને ટી20 વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવામાં આવે તે યોગ્ય રહેશે. 

રોહિતે કરવું જોઈએ નેતૃત્વ

પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે, રોહિત શર્માએ આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2024) માટે ભારતનું નેતૃત્વ કરવું જોઈએ. સૌએ એમ માની લીધું હતું કે, વનડે વર્લ્ડ કપ બાદ ભારતના ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યા હશે પરંતુ તેની ઈજાના કારણે તેઓ ક્યારે કમબેક કરશે તે કહેવાય નહીં. 

 

આ વર્ષે ટેસ્ટ સીરિઝ, વનડે વર્લ્ડ કપ અને ટી20 એકસાથે થઈ રહ્યા હતા માટે આપણી પાસે અન્ય કેપ્ટન અને બીજી ટીમો હતી. જો તમે આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ બનાવવા ઈચ્છો છો તો તમે એ પ્રમાણે યોજના બનાવી શકો છો. પરંતુ ટી20 વર્લ્ડ કપ માટે રોહિતને ટીમના કેપ્ટન બનાવવામાં આવે તે યોગ્ય રહેશે. 

વર્ષ 2023ની મેચ પર નજર

નોંધનીય છે કે, વનડે વર્લ્ડ કપ 2023ની સમાપ્તિ બાદ ઓસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી 5 મેચની ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવની ટીમ ભારતની કેપ્ટન્સી કરી રહી છે. જ્યારે આ વર્ષની શરૂઆતમાં થયેલા ટી20 મુકાબલામાં જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી હતી. 

 

હાર્દિક પંડ્યાએ 11 ટી20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જોકે આઈપીએલ 2024ના ઓક્શન પહેલા થયેલી એક ઐતિહાસિક ડીલ બાદ પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરનારા હાર્દિક પંડ્યા મેદાન પર ક્યારે કમબેક કરશે તેની કોઈ જ તારીખ નિશ્ચિત નથી. 

 

નોંધનીય છે કે, ભારતે વનડે વર્લ્ડ કપ 2023માંશાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે સતત 10 મેચ જીતી ઈતિહાસ રચી દીધો હતો.  સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 2019નો બદલો પણ લઈ લીધો હતો પરંતુ ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.