T20 Wc 2024: ટી20 વર્લ્ડ કપ માટે તૈયાર છે યંગ ઈન્ડિયા, આ 5 અનુભવીઓની વાપસી મુશ્કેલ!

T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન સિલેક્ટર્સ યુવા ખેલાડીઓ પર પોતાની પસંદગી ઉતારી શકે છે. યુવા ખેલાડીઓને મહત્વ આપવાના કારણે કેટલાંક અનુભવી ખેલાડીઓના પત્તા કપાતા નજરે પડી રહ્યાં છે.

Share:

હાઈલાઇટ્સ

  • ટી20 વર્લ્ડ કપ રમવા માટે ટીમ ઈન્ડિયા તૈયાર
  • પાંચ દિગ્ગજોને ટીમમાં ચાન્સ મળવાની શક્યતા નહીંવત
  • સાઉથ આફ્રિકા સામે ઈન્ડિયા રમવાની છે સીરિઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં 4-1થી જબરજસ્ત જીત મેળવી છે. હવે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. જ્યાં ટી20 સિરીઝમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જે ખેલાડીઓને તક મળી હતી, તેમાંના મોટાભાગના ખેલાડીઓને આ પ્રવાસ માટે તક મળી છે. હવે, 2024માં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં પાંચ ખેલાડીઓની વાપસી મુશ્કેલ લાગી રહી છે. ત્યારે આવો જોઈએ કે કોણ કોણ છે આ પ્લેયર્સ. 

રવિચંદ્રન અશ્વિન

 

ravichandran
File Pic


ગયા વર્ષે રવિચંદ્રન તેનો છેલ્લો ટીટ્વેન્ટી ઈન્ટરનેશનલ મુકાબલો વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. એ પછી તે ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. આ સમયે રવિ વિશ્નોઈ,  વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા પ્લેયર્સ પર ઈન્ડિયન સિલેક્ટર્સે પોતાનો વિશ્વાસ મૂક્યો. આ સ્થિતિ જોતા અશ્વિનની વાપસી મુશ્કેલ લાગી રહી છે. 37 વર્ષના અશ્વિને 65 ટીટ્વેન્ટી મેચોમાં 72 વિકેટો લીધી છે. 

શિખર ધવન

 

shikhar dhawan
Fiile Pic


લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન શિખર ધવન છેલ્લે જુલાઈ 2021માં શ્રીલંકા સામે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. એ પછી તેને નાના ફોર્મેટની તક ન મળી. ધવનની તો હવે વનડે ટીમમાં પણ એન્ટ્રી થઈ રહી નથી. 2023ની આઈપીએલમાં ધવને પંજાબની ટીમની કેપ્ટનશી કરી હતી. શુભમન, ઋતુરાજ, યશસ્વી જેવા ખેલાડીઓ પણ તેનાથી આગળ નીકળી ચૂક્યા છે. ઘવન 68 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 27.92ની એવરેજથી 1759 રન બનાવ્યા છે. 

મોહમ્મદ શમી

 

mohammad shami
File Pic


જો કે, વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ સાત મેચોમાં 24 વિકેટ લીધી છે. પરંતુ ટી20માં કેટલાંક સમયથી તે બહાર છે. શમી છેલ્લી ટી20 ઈન્ટરનેશલ મેચ ગયા વર્ષે વર્લ્ડ કપમાં રમ્યો હતો. સિલેક્ટર્સ મુકેશ કુમાર, અર્શદીપ, આવેશ ખાન જેવા ફાસ્ટ બોલર્સને નાના ફોરમેટમાં તક આપી રહી છે. ત્યારે શમી ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ થાય એવી શક્યતા નથી. 

ભુવનેશ્વર કુમાર 

 

Bhuvneshwar
File Pic


ટી20 ઈન્ટરનેશનલમાં આમ તો ભુવનેશ્વર ભારતનો બીજો સૌથી સફળ બોલર છે. ભુવનેશ્વરે 87 મેચમાં 90 વિકેટ લીધી છે. તેમ છતા પણ તેને ઓસ્ટ્રિલયા અને સાઉથ આફ્રિકાની ટી20 મેચ માટે નજર અંદાજ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી ટી20 વર્લ્ડ કપમાં અનુભવી બોલરની જગ્યા દેખાતી નથી. 

દિનેશ કાર્તિક 

 

dinesh kartik
Fiile Pic


ગયા ટી20 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિકને જગ્યા મળી હતી. એ પછી તે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. 38 વર્ષનો કાર્તિક હાલ કોમેન્ટ્રી કરતો નજરે પડી રહ્યો છે. આઈપીએલમાં કદાચ તે રમતો જોવા મળી શકે છે. પણ હવે ટી20 વર્લ્ડ કપમાં તેની વાપસી થાય એવી શક્યતા નથી.