'હું પાછો આવી રહ્યો છું', રુષભ પંત IPL માટે જીમમાં આવો પરસેવો પાડી રહ્યો છે.. જુઓ Video

ગયા ડિસેમ્બર, 2022માં પંતને કાર અકસ્માત નડ્યો હતો. જે બાદ તે સારવાર હેઠળ હતો. હવે તે સાજો થઈ ગયો છે. એટલે આગામી આઈપીએલ માટે તૈયારીઓ કરી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • રુષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વર્કઆઉટનો વીડિયો
  • આગામી આઈપીએલ માટે જીમાં પાડી રહ્યો છે પરસેવો
  • લખ્યું-દરેક પ્રતિનિધિ સાથે આવી રહ્યો છું

પોતાના ફેન્સને રુષભ પંતે એક મોટી અપટેડ આપી રહી છે. એક તરફ, આઈપીએલ આવી રહી છે ત્યારે તે તેના માટે કેવી તૈયારીઓ કરી રહ્યો છે એનો એક વીડિયો શેર કર્યો છે. કાર અકસ્માત બાદ સાજા થયેલો રુષભ પંત હાલ જીમમાં પરસેવો પાડી રહ્યો છે. 2022માં ડિસેમ્બરમાં જ તેનો કાર અકસ્માત થયો હતો. વિકેટકિપર અને બેટ્સમેન પંતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં જોરદાર કસરત કરતો દેખાઈ રહ્યો છે. ફેન્સ પણ તેનો આ વીડિયો જોઈને પ્રશંસા કરી રહ્યા છે અને આઈપીએલ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

આવી રહ્યો છું હું 
પંત વીડિયોમાં કસરત કરતો નજરે પડી રહ્યો છે. 26 વર્ષીય પંત વીડિયોમાં વજન ઉઠાવતો, સાયકલ ચલાવતો દેખાય છે. તેણે લખ્યું છે કે, દરેક પ્રતિનિધિ સાથે પરત ફરી રહ્યો છું. ગયા ડિસેમ્બર, 2022માં પંતને કાર અકસ્માત નડ્યો હતો. જે બાદ તે સારવાર હેઠળ હતો. હવે તે સાજો થઈ ગયો છે. એટલે આગામી આઈપીએલ માટે તૈયારીઓ કરી રહ્યો છે.