SA vs IND 2nd Test: બીજી ટેસ્ટના પહેલા દિવસે 23 વિકેટ પડી, ભારત પાસે 36 રનની લીડ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિરાજની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 55 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ અને બુમરાહને બે-બે વિકેટ મળી હતી. ભારતનો પ્રથમ દાવ 153 રનમાં સમેટાઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવી દીધો
  • પ્રથમ દિવસે જ કુલ 23 વિકેટ પડી, તમામ વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસની રમત હવે પૂર્ણ થઈ ગઈ છે. રમતના પહેલા જ દિવસે અમને ઘણું બધું જોવા મળ્યું. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતીય ટીમ 153 રન બનાવીને 98 રનની લીડ જાળવી રાખવામાં સફળ રહી હતી. જવાબમાં પ્રથમ દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટના નુકસાને 62 રન બનાવી લીધા હતા. આજે કુલ 23 વિકેટ પડી હતી. ભારત પાસે હાલમાં 36 રનની લીડ છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચના એક જ દિવસમાં સૌથી વધુ 27 વિકેટ પડવાનો રેકોર્ડ 1888માં બન્યો હતો.

પ્રથમ દિવસની રમત સમાપ્ત
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. આજે દિવસભરમાં કુલ 23 વિકેટ પડી છે. ભારત પાસે હાલમાં 36 રનની લીડ છે.

જસપ્રીત બુમરાહે ભારતને ત્રીજી સફળતા અપાવી
ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ટ્રીસ્ટન સ્ટબ્સના રૂપમાં ભારતને ત્રીજી સફળતા અપાવી છે. દક્ષિણ આફ્રિકા હાલ 3 વિકેટના નુકસાન પર 45 રન પર છે.

પહેલી ઈનિંગમાં 55 રન પર ઓલઆઉટ થઈ આફ્રિકા
બીજી ટેસ્ટના પહેલા જ સેશનમાં સાઉથ આફ્રિકાનો દાવ 55 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. ભારત સામે દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે. આ ટેસ્ટમાં ભારત સામે આફ્રિકાનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ
એડન માર્કરામ, ડીન એલ્ગર (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સન, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગીડી, કેશવ મહારાજ, ઝુબેર હમઝા, વિઆન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ.

ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, મુકેશ કુમાર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અભિમન્યુ ઇશ્વરન.