Video... પ્રસિદ્ધ ફૂટબોલર રોનાલ્ડોનું નિવેદનઃ કહ્યું, હું વિરાટ કોહલીને નથી ઓળખતો!

બ્રાઝીલના પૂર્વ ફૂટબોલર રોનાલ્ડોએ દાવો કર્યો છે કે, તેઓ વિરાટ કોહલીને નથી ઓળખતા.દિગ્ગજ ફૂટબોલરનો લોપ્રીય યુ-ટ્યુબર સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સ્પીડ નામના યુ-ટ્યુબરે રોનાલ્ડોને વિરાટ કોહલીને લઈને કર્યો હતો પ્રશ્ન, પણ રોનાલ્ડોએ કહ્યું હું વિરાટને નથી ઓળખતો
  • જો કે, ભારતમાં લાખો લોકો ફૂટબોલના દિગ્ગજ પ્લેયર રોનાલ્ડોને તો ઓળખે જ છે!

 

ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર અને ધુંઆધાર બેટ્સમેન વિરાટ કોહલી આખા વિશ્વમાં લોકપ્રીય છે. સોશિયલ મીડિયાનું તેમનું ફેન ફોલોઈંગ એ વાતનો પુરાવો છે. માત્ર ક્રિકેટ ફેન્સ જ નહીં પરંતુ અન્ય ગેમ્સના સુપરસ્ટાર પણ વિરાટને ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખે છે. જો કે, બ્રાઝીલના પૂર્વ ફૂટબોલર રોનાલ્ડોએ દાવો કર્યો છે કે, તેઓ વિરાટ કોહલીને નથી ઓળખતા.

 

દિગ્ગજ ફૂટબોલરનો લોપ્રીય યુ-ટ્યુબર સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સ્પીડ નામનો યુ-ટ્યુબર રોનાલ્ડોને કોહલીને લઈને સવાલ કરે છે. રોનાલ્ડો નામથી તો કોહલીને નથી ઓળખી શકતો પરંતુ ફોટો જોઈને તેને અંદાજો આવી જાય છે કે, કોની વાત થઈ રહી છે. 

સ્પીડ- શું આપ વિરાટ કોહલીને ઓળખો છો? 

રોનાલ્ડોઃ કોણ? 

સ્પીડઃ વિરાટ કોહલી, ભારતથી... 

રોનાલ્ડોઃ ના 

સ્પીડઃ આપ વિરાટ કોહલીને નથી ઓળખતા? 

રોનાલ્ડોઃ તે કોણ છે? એક ખેલાડી? 

સ્પીડઃ તે એક ક્રિકેટ પ્લેયર છે 

રોનાલ્ડોએ કહ્યું- તે અહીંયા બહુ લોકપ્રીય નથી 

તસવીર જોઈને કોહલીને ઓળખી ગયા રોનાલ્ડો 
બાદમાં સ્પીડ નામના યુ-ટ્યુબરે રોનાલ્ડોને વિરાટનો ફોટો બતાવ્યો અને પછી રોનાલ્ડો વિરાટ કોહલીને ઓળખી ગયો. સ્પીડ નામનો આ યુ-ટ્યુબર ખૂબજ લોકપ્રીય છે અને તાજેતરમાં થયેલા વર્લ્ડકપ દરમીયાન તે ભારત આવ્યો હતો. અહીંયા તેને વિરાટ કોહલી અને ક્રિકેટ બંન્નેની લોકપ્રિયતાનો અંદાજો આવી ગયો હતો. આ જ કારણ છે કે, તે આ એ જોઈને હેરાન થઈ ગયો કે, રોનાલ્ડો વિરાટ કોહલીને નથી ઓળખતો.