ચીનનું નવું ઘાતક હથિયારઃ હવે સીધો જ દુશ્મનના મગજ પર કંટ્રોલ કરશે china

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, બાયો વેપન અને બ્રેઈન કમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નિકને વિકસિત કરવામાં લાગી છે. 

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકાએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે, ચીન આવું કરી શકે છે.
  • ચીન એ પ્રકારના હથિયાર તૈયાર કરી રહ્યું છે કે જે દુશ્મનોમાં ઉંઘનું પ્રમાણ અને સ્તર વધારી દેશે

દુશ્મનોને મોંતની નિંદરે પોઢાડવા માટે ચીને બ્રેઈન વોરફેર યુનિટ તૈયાર કર્યું છે. આ ચીનની ખાસ પ્રકારની રણનીતિનો એક ભાગ છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને એક એવું હથિયાર બનાવ્યું છે કે, જેનાથી માણસના મગજને કંટ્રોલ કરી શકાશે. ચીન આ હથિયારનો ઉપયોગ દુશ્મનો પર હુમલો કરવા માટે કરશે. રિચર્સ ગ્રુપ સીસીપી બાયોથ્રેટ્સ ઈનિશિએટિવ અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, બાયો વેપન અને બ્રેઈન કમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નિકને વિકસિત કરવામાં લાગી છે. 

આ ત્રણ હથિયારોનું કોમ્બિનેશન દુશ્મન માટે ઘાતક સાબિત થશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની સેના એવા વેપનને વિકસીત કરવામાં લાગી છે કે જેનાથી કોઈપણ પ્રકારના મોંઘા હથિયાર કે ગોળાબારૂદ વગર યુદ્ધ જીતી શકાય. અમેરિકાએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે, ચીન આવું કરી શકે છે. નવા રિપોર્ટમાં ફરીથી આ પ્રકારનો જ દાવો કરવામાં આવ્યો હતો. 

રિસર્ચ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન એ પ્રકારના હથિયાર તૈયાર કરી રહ્યું છે કે જે દુશ્મનોમાં ઉંઘનું પ્રમાણ અને સ્તર વધારી દેશે. આનાથી તેમનું ધ્યાન યુદ્ધથી હટી જશે. એટલા માટે તે એવું હથિયાર તૈયાર કરી રહ્યું છે કે જે વિદ્યુત ચુંબકીય ઉર્જાનો ઉપયોગ કરે છે. હથિયારોમાંથી નિકળનારા સોફ્ટ રેડીયો તરંગના કારણે દુશ્મનોને બગાસા આવવા લાગે છે. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનના સૈનિકો પર આની અસર ના થાય એટલા માટે ચીન દ્વારા તેમને ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવશે. આ ચશ્મા ચીનના સૈનિકો પહેરશે એટલે તેઓ બગાસા કે ઉંઘ નહીં આવે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જંગના મેદાનમાં ચીન હવે માણસો દ્વારા વિકસાવાયેલી ટેક્નોલોજીથી માણસોને જ કંટ્રોલ કરવાની તૈયારીમાં છે. આ ટેક્નિક દ્વારા ચીન દુશ્મન દેશના સૈનિકનો વ્યવહાર નિયંત્રીત કરી શકશે. 
 

Tags :