ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા આક્રમક ફોર્મમાં ચેતેશ્વર પૂજારાઃ બેવડી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો

હવે પુજારાએ ઝારખંડ સામે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ 243 રન બનાવ્યા હતા.

Share:

ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજા છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી બહાર છે. પુજારાએ ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલમાં રમી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફાઈનલ મેચમાં પૂજારા 41 રન બનાવી શક્યો હતો. બાદમાં પુજારાને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ ડ્રોપ કરી દિધી હતી. આ સેટબેક છતા ચેતેશ્વર પૂજારાએ હાર નથી માની અને તે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર રન બનાવી રહ્યો છે. 

હવે પુજારાએ ઝારખંડ સામે રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ 243 રન બનાવ્યા હતા. આ દરમિયાન પૂજારાએ 356 બોલનો સામનો કર્યો અને 30 ફોર ફટકારી. પુજારાની આ શાનદાર ઇનિંગના આધારે સૌરાષ્ટ્રે તેનો પ્રથમ દાવ 578/4 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. ઝારખંડે તેની પ્રથમ ઇનિંગમાં 142 રન બનાવ્યા હતા, એટલે કે સૌરાષ્ટ્રને 436 રનની મોટી લીડ મળી છે.

ઝારખંડ સામેની મેચમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા જ દિવસે સૌરાષ્ટ્રને બોલરોએ ઝારખંડની ટીમને 142 રનના સ્કોર પર સમેટી દીધી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રની ટીમે શરૂઆતથી શાનદાર બેટિંગ કરી હતી. હાર્દિક દેસાઈ (85), શેલ્ડન જેક્સન (54) અને અર્પિત વસાવડાએ ફિફ્ટી ફટકારી હતી. જયારે પ્રેરક માંકડ 104 રન બનાવીને અણનમ રહ્યો હતો.