Video: Animal ફિલ્મના આ એક્ટરે સ્યુસાઈડ કરી રહેલી યુવતીનો બચાવ્યો જીવ

ફિલ્મમાં રણબીર કપૂરના પિતરાઈ ભાઈનો રોલ પ્લે કરનારા મનજોત સિંહ ચર્ચામાં છે. હકીકતમાં તેમણે એક 5 વર્ષ જૂનો વિડીયો શેર કર્યો છે કે જેમાં તેઓ આત્મ હત્યા કરવા જઈ રહેલી એક છોકરીનો જીવ બચાવતા દેખાયા છે. 

Share:

હાઈલાઇટ્સ

  • આ વીડિયો વાયરલ થતા જ લોકો મનજોત સિંહની પ્રશંસા કરી રહ્યા છે
  • વીડિયો પોસ્ટ થતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકો મનજોતને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલે કમેણીના મામલે બોક્સ ઓફિસ પર ખૂબજ રોકોર્ડ બનાવ્યા છે. ફિલ્મ હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. ત્યારે અત્યારે ફિલ્મમાં રણબીર કપૂરના પિતરાઈ ભાઈનો રોલ પ્લે કરનારા મનજોત સિંહ ચર્ચામાં છે. હકીકતમાં તેમણે એક 5 વર્ષ જૂનો વિડીયો શેર કર્યો છે કે જેમાં તેઓ આત્મ હત્યા કરવા જઈ રહેલી એક છોકરીનો જીવ બચાવતા દેખાયા છે. 

 

સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ વર્ષ 2023 માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં શામિલ થઈ ચૂકી છે. આ રણબીરથી લઈને બોબી દેઓલ સુધીના લોકોની અત્યારસુધીની સોથી શ્રેષ્ઠ ફિલ્મમાં શામિલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મનજોત સિંહે રણબીર કપૂરના પિતરાઈ ભાઈનું પાત્ર ભજવ્યું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મનજોત સિંહ એક યુવતીને આત્મહત્યા કરતા બચાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પાંચ વર્ષ જૂનો છે. જેને હાલમાં જ મનજોત સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થતા જ લોકો મનજોત સિંહની પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેમને રિયલ લાઈફ હીરો ગણાવી રહ્યા છે.

વીડિયો પોસ્ટ થતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકો મનજોતને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકો મનજોતને રિયલ લાઈફનો હીરો કહી રહ્યા છે. જોકે આટલો જૂનો વીડિયો મનજીતે એમ જ શેર કર્યો કે કંઈ કારણ છે તે જાણવા મળ્યું નથી. ઘણીવાર મળેલી પ્રસિદ્ધિને વટાવી લેવામાં આવતી હોય છે. જોકે ભલે વીડિય જૂનો હોય પણ મનજીતે બતાવેલી હિંમત અને કોઈનો જીવ બચાવવા લીધેલું જોખમ વખાણવાલાયક છે.