ચાલતી કારના બંને દરવાજા ખોલ્યા અને પછી...., વીડિયો વાયરલ થતાં જુઓ પોલીસે શું કર્યું?

હિમાચલ પ્રદેશના મનાલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હરિયાણાના બે પ્રવાસીઓ સ્ટંટ કરતા જોવા મળે છે.

Share:

હાઈલાઇટ્સ

  • એક કાર ચલાવી રહ્યો છે તો બીજો દરવાજે લટકી રહ્યો છે
  • પોલીસે પોસ્ટ શેર કરીને 3500નો દંડ ફટકાર્યાનું જણાવ્યું

હિમાચલમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓનો પૂર છે. પ્રવાસીઓની ભીડને કારણે મનાલીના રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ છે. મનાલી ટ્રાફિક જામના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કેટલાક પ્રવાસીઓ જીવલેણ સ્ટંટ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં હરિયાણાના યુવકો પોતાની કારમાં હંગામો મચાવતા જોવા મળે છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે પોલીસે આ શખસો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને દંડ ફટકાર્યો હતો.

વાસ્તવમાં મામલો મનાલીનો છે. જ્યાં હરિયાણાના કેટલાક પ્રવાસીઓ પોતાની કારમાં સ્ટંટ કરતા જોવા મળે છે. કારમાં સવાર બે યુવકોએ કારના બંને દરવાજા ખોલ્યા. એક યુવક કાર પર ઉભા રહીને હાથ હલાવી રહ્યો છે, જ્યારે અન્ય એક યુવક પણ કાર ચલાવતી વખતે હાથ હલાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેને 3500 રૂપિયાનું ઓનલાઈન ચલણ જારી કર્યું છે.

પોલીસે આપી માહિતી


ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતી વખતે કુલ્લુ પોલીસે લખ્યું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો બતાવવામાં આવી રહ્યો છે જે મનાલીનો છે. જેમાં કાર નંબર HR23K7764નો ચાલક અને મુસાફર બંને દરવાજા ખુલ્લા રાખીને ગાડી ચલાવી રહ્યા હતા. આ વીડિયો જોયા બાદ કુલ્લુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક એક્ટ હેઠળ આ વાહનને ચલણ જારી કર્યું છે.