2024માં મલાઈકાના બીજા લગ્ન પાકા! કોની સાથે કરશે એ પણ 100 ટકા ગેરંટી સાથે આપ્યો જવાબ

મલાઈકા અરોરા 2024માં બીજા લગ્ન કરવા જઈ રહી છે. આ વાતની હિંટ તેણે એક શોમાં આપી હતી. મહત્વનું છે કે, અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • મલાઈકા અરોરા 2024માં કરી શકે બીજા લગ્ન
  • મલાઈકાએ કહ્યું તે 100 ટકા બીજા લગ્ન કરશે
  • અરબાઝ ખાને શૂરા સાથે કર્યા છે બીજા લગ્ન

મુંબઈઃ તાજેતરમાં જ અરબાઝ ખાન બીજા લગ્નમાં બંધાયો છે. ત્યારે હવે તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાએ પણ બીજા લગ્ન કરવા માટે મન મક્કમ કરી લીધું છે. આ વાત અમે નથી કહેતા પણ તે ખુદ કહી રહી છે. આ વાતની હિંટ તેણે ઝલક દિખલા જા 11માં આપી હતી. મહત્વનું છે કે, મલાઈકા અરોરા આ શોને જજ કરે છે. તાજતેરમાં આ શોમાં ફરાહ ખાન પહોંચી હતી અને મલાઈકા સાથે ખૂબ મસ્તી કરી હતી. મેકર્સ આનો પ્રોમો પણ રિલીઝ કર્યો છે. 

ફરાહ ખાને પૂછ્યો સવાલ


મજાક મસ્તી વચ્ચે ફરાહ ખાને મલાઈકાને પોતાના લગ્ન વિશે એક સવાલ કર્યો હતો. ત્યારે મલાઈકાને પૂછ્યું કે, મલાઈકા 2024માં આપ સિંગલ પેરન્ટ્સ કમ એક્ટ્રેસમાંથી ડબલ પેરેન્ટ્સ કમ એક્ટ્રેસ બનવાની છે. આ સાંભળીને મલાઈકા કહે છે કે, મતલબ મારે કોઈને દત્તક લેવો પડશે. આનો અર્થ શું છે. ત્યારે હોસ્ટર ગોહર ખાન  કહે છે કે, આનો અર્થ છે કે તમે બીજા લગ્ન કરવાના છો. 
 
100 ટકા કરીશ 
આ વાત પર મલાઈકા અરોરા શરમાતા અંદાજમાં બોલી કે, જો કોઈ છે તો હું 100 ટકા લગ્ન કરીશ. ત્યારે ફરાહ ખાન કહે છે કે, કોઈ છે મતબલ, ઘણા છે. ત્યારે મલાઈકા કહે છે કે, કોઈ પૂછશે તો હું લગ્ન કરી લઈશ. પછી ફરાહ પૂછે છે કે, કોઈ પણ પૂછશે તો તમે લગ્ન કરી લેશો. જવાબમાં મલાઈકા કહે છે કે, હા કરી લઈશ. હવે મલાઈકા અરોરાએ ડિરેક્ટ ભલે વાત ન કરી હોય, પરંતુ વાતચીતમાં તેણે જાહેરાત કરી કે તે 2024માં લગ્ન કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ વાત પર અર્જુન કપૂર શું કહે છે.