box office પર 472 કરોડ કમાનાર Tiger-3 ને OTT પર પણ મળી રહ્યો ગજબ રિસ્પોન્સ!

થિયેટરમાં હોય, સેટેલાઇટ પર હોય કે સ્ટ્રીમિંગ પર! તેથી, ટાઇગર 3 પહેલા થિયેટરોમાં અને હવે સ્ટ્રીમિંગ પર કેવી રીતે હિટ રહી છે તે જોવું આશ્ચર્યજનક લાગે છે.

Share:

હાઈલાઇટ્સ

  • “ટાઈગર 3 એક એવી ફિલ્મ છે જે મારા દિલની ખૂબ જ નજીક છે: સલમાન ખાન
  • Tiger-3 OTT પર રહી જોરદાર હિટ

ટાઈગર 3 સાથે જબરદસ્ત થ્રીએટ્રીકલ હિટ રેકોર્ડ કર્યા બાદ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન એ વાતને લઈને રોમાંચિત છે કે ફિલ્મ હવે OTT પર પણ હિટ છે. 7 જાન્યુઆરીના રોજ ગ્લોબલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પર ટાઈગર-30 રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રેમનો વરસાદ થયો છે. ટાઈગર-3 પ્રસિદ્ધ આઈઆરએફ સ્પાઈ યુનિવર્સની બ્લોકબસ્ટર ટાઈગર ફ્રેન્ચાઈઝીનો ત્રીજો પાર્ટ છે. આ 100 ટકા હિટ છે. પડદા પર ફિલ્મને દર્શકોનો ખૂબજ પ્રેમ મળ્યો છે. 

સલમાન કહે છે, 'ટાઈગર ફ્રેન્ચાઈઝીને પહેલી ફિલ્મથી જ જબરદસ્ત પ્રેમ મળ્યો છે, પછી તે થિયેટરમાં હોય, સેટેલાઇટ પર હોય કે સ્ટ્રીમિંગ પર! તેથી, ટાઇગર 3 પહેલા થિયેટરોમાં અને હવે સ્ટ્રીમિંગ પર કેવી રીતે હિટ રહી છે તે જોવું આશ્ચર્યજનક લાગે છે. હું મારા સોશિયલ મીડિયા દ્વારા મારા પ્રેક્ષકો સાથે સંપર્કમાં છું અને હવે ટાઇગર 3 OTT પર આવ્યા પછી, હું લોકોનો અદભુત રિસ્પોન્સ જોઈ શકું છું. એક અભિનેતા તરીકે મારું સૌથી મોટું અને એકમાત્ર કામ લોકોનું સંપૂર્ણ મનોરંજન કરવાનું છે અને હું ખુશ છું કે ટાઇગર 3 સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

સલમાન આગળ કહે છે, “ટાઈગર 3 એક એવી ફિલ્મ છે જે મારા દિલની ખૂબ જ નજીક છે. તેથી, જ્યારે તે થિયેટરોમાં હિટ થઈ, ત્યારે તે ખૂબ જ વ્યક્તિગત લાગ્યું અને હવે જ્યારે તે તેની રિલીઝના થોડા દિવસોમાં OTT હિટ થઈ. ટાઇગર હંમેશા લોકોના મનોરંજન માટે હાજર રહેશે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી અભિનીત YRF ની ટાઈગર 3 એ વિશ્વભરમાં રૂ. 472 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ભારે હલચલ મચાવી હતી.