Umang 2023: 'ઝૂમે જો પઠાણ....' સહિતના સોંગ્સ પર શાહરુખ ખાને સ્ટેજ પર લગાવી આગ

શાહરૂખ ખાન શનિવારે રાત્રે ઉમંગ 2023 સમારોહમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ્સ પઠાણ અને જવાનનો જાદુ લઈને આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • 23 ડિસેમ્બરની સાંજે મુંબઈ પોલીસના સન્માનમાં યોજાયો સમારોહ
  • ઉંમગ 2023માં શાહરુખ સહિત અનેક હસ્તીઓ રહી હતી ઉપસ્થિત

શાહરૂખ ખાને માત્ર ઉમંગ 2023 સમારોહમાં હાજરી આપી ન હતી પરંતુ શનિવારે રાત્રે કાર્યક્રમમાં પરફોર્મ પણ કર્યું હતું. બોલિવૂડ સુપરસ્ટાર, જેણે આ સપ્તાહના અંતમાં તેની નવી ફિલ્મ ડંકી રજૂ કરી, તેણે તેની બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ અને જવાનનાં ગીતો પર ડાન્સ કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Instagram પર શેર કરેલા વીડિયોમાં, SRK તેની જાન્યુઆરી 2023ની રિલીઝમાંથી ઝૂમે જો પઠાણનો જાદુ ફરી બતાવતો જોવા મળ્યો હતો. 

તેણે જવાનના સોંગ રમૈયા વસ્તાવૈયા પર દમદાર પરફ્રોર્મેન્સ આપ્યું હતું. એટલું જ નહીં, તેણે ફિલ્મના ડાયલોગ પણ બોલ્યા હતા. જણાવી દઈએ કે, અભિનેતા આ Y+ સુરક્ષા સાથે સ્થળ પર પહોંચ્યો હતો.. તેની દમદાર એન્ટ્રીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. નીચે જુઓ વીડિયો...

આ ઈવેન્ટમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શિલ્પા શેટ્ટી અને કિયારા અડવાણી વગેરેએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમ શનિવારે રાત્રે મુંબઈ પોલીસના સન્માનમાં યોજાયો હતો.

સમારોહમાં શાહરૂખની હાજરી ડંકીની રિલીઝ પછી તરત જ આવી છે. આ ફિલ્મ શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીનો પ્રથમ સહયોગ દર્શાવે છે. ફિલ્મની સ્ટોરી વિદેશ જવા ઇચ્છતા મિત્રોના જૂથની આસપાસ ફરે છે, જે ડંકી ફ્લાઇટ તરીકે ઓળખાતી અનોખી મુસાફરી પરના તેમના પડકારોને હાઇલાઇટ કરે છે. ફિલ્મે ત્રણ દિવસમાં 75.32 કરોડનું કલેક્શન કર્યું છે.