ફરીથી સ્ક્રીન પર સાથે દેખાશે સની દેઓલ અને સલમાન ખાન: આવી રહી છે દમદાર Movie

સની દેઓલ અને સલમાન ખાન પહેલીવાર ફિલ્મ 'જીત'માં સાથે જોવા મળ્યા હતા. 1996માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બંને સાથે કરિશ્મા કપૂર પણ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સની આમિર ખાનના પ્રોડક્શન હેઠળની 'લાહોર 1947'માં કામ કરી રહ્યો છે અને તેની પાસે એક ફિલ્મ 'બાપ' પણ છે.
  • 'સલમાન ખાન 12 અને 13 જાન્યુઆરીએ સની દેઓલની ફિલ્મ 'સફર'માં તેના કેમિયો માટે શૂટ કરશે.

સની દેઓલે ગદર-2 થી ફિલ્મોમાં જે કમબેક કર્યું છે, તેને બોલીવુડનો ઈતિહાસ હંમેશા યાદ રાખશે. ગદર-2 ની ધુઆધાર સફળતા બાદ સની હવે પોતાના ફેન્સને એક નવી સ્ટોરી સાથે એન્ટરટેઈન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. અત્યારે સની પોતાની અપકમિંગ ફિલ્મ સફર માટે શૂટ કરી રહ્યા છે. મોટાભાગની ફિલ્મ શૂટ થઈ ચૂકી છે અને બાકીની ફિલ્મનો પાર્ટ અત્યારે મુંબઈમાં શૂટ થઈ રહ્યો છે.

હવે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક એવા સમાચાર આવી રહ્યા છે કે, બોલીવુડ ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી જશે. સલમાન ટૂંક સમયમાં 'સફર'માં તેના ખાસ કેમિયો માટે શૂટિંગ કરવા જઈ રહ્યો છે. સલમાન મુંબઈમાં બે દિવસ સનીની ફિલ્મ 'સફર'નું શૂટિંગ કરશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, 'સલમાન ખાન 12 અને 13 જાન્યુઆરીએ 'સફર'માં તેના કેમિયો માટે શૂટ કરશે. આ બે દિવસનું શૂટ હશે અને તે મહેબૂબ સ્ટુડિયોમાં નક્કી કરવામાં આવ્યું છે. સલમાન પહેલેથી જ આ માટે કમિટેડ છે અને તે ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવતો જોવા મળશે.

સની દેઓલ અને સલમાન ખાન પહેલીવાર ફિલ્મ 'જીત'માં સાથે જોવા મળ્યા હતા. 1996માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બંને સાથે કરિશ્મા કપૂર પણ હતી. આ બંને સ્ટાર્સ 'હીરો' (2008)ની કાસ્ટનો પણ ભાગ હતા, પરંતુ આ બંનેને આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની તક મળી ન હતી. સલમાન હંમેશા દેઓલ પરિવારની ખૂબ નજીક રહ્યો છે. સનીની ફિલ્મ 'સફર'માં તેનો કેમિયો સની સાથેની તેની મિત્રતા વ્યક્ત કરવાનો ઈશારો છે.

સનીની વાત કરીએ તો 'સફર' પછી તેની પાસે વધુ બે પ્રોજેક્ટ છે. સની આમિર ખાનના પ્રોડક્શન હેઠળની 'લાહોર 1947'માં કામ કરી રહ્યો છે અને તેની પાસે એક ફિલ્મ 'બાપ' પણ છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સની દેઓલ નિતેશ તિવારીની 'રામાયણ'માં હનુમાનના રોલમાં જોવા મળી શકે છે.