Bollywood: એક ફિલ્મ માટે રૂ 1 કરોડ લેનારી પ્રથમ અભિનેત્રી કોણ હતી?

1992માં ખુદા ગવાહ માટે શ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા તે એવું કહી ચૂકી હતી કે બચ્ચનની ફિલ્મોમાં અભિનેત્રીઓ એક્સ્ટ્રાથી વધારે કઈ હોતી નથી. તેણે આ ફિલ્મ કરાનો પહેલાં પણ ઈન્કાર કર્યો હતો પરંતુ જ્યારે તેણે સ્ક્રીપ્ટ જોઈ કે તરત ફિલ્મ માટે મંજૂરી આપી દીધી.

Courtesy: Indiatoday

Share:

હાઈલાઇટ્સ

  • શ્રી ક્યારેય પોતાની ફિલ્મો જોતી નહોતી
  • શ્રીનું સ્ટારડમ અન મિજાજ એટલા તેજ હતા કે તેણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

એવા સમયે જ્યારે બોલિવૂડ મેલ એક્ટર્સથી પ્રભાવિત હતું અને અભિનેત્રીઓને ફિલ્મમાં એટલું મહત્વ આપવામાં આવતું નહોતું ત્યારે બોલિવૂડમાં એક એવી અભિનેત્રી હતી જેણે સૈપ્રથમવાર એક ફિલ્મની ફીસ તરીકે રૂ. 1 કરોડ લીધા હતા અને તે તે વખતના દિલોની ધડકન માધુરી દિક્ષીત કે રેખા નહીં પરંતુ શ્રીદેવી હતી. શ્રીએ પોતાની બોલિવૂડ કારર્કીદિ સોલવા સાવન નામની ફિલ્મથી કરી હતી.

80 અને 90 ના  દાયકામાં ફિલ્મ અભિનેત્રીઓને ફીસ તરીકે ખૂબ જ ઓછા પૈસા મળતા અને અને અભિનેતાઓને પણ એટલા બધા પૈસા મળતા નહોતા પરંતુ તે વખતે શ્રીજ એક એવી અભિનેત્રી હતા જેઓ રૂ 1 કરોડ પોતાની ફી તરીકે લેતી હતી. શ્રીનું સ્ટારડમ અન મિજાજ એટલા તેજ હતા કે તેણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

શ્રી કે જેણે પોતાની  કારર્કીદિ 4 વર્ષની ઉંમરે શરૂ કરી તેણે બોલિવૂડ પર 50 વર્ષ સુધી રાજ કર્યું. બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરનાર અનેક ફિલ્મોમાં અભિનેત્રીએ કામ કર્યુ હતું.

80ના દાયકામાં શ્રી અને અમિતાભ બચ્ચન બંને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરતાં હતા. અમિતાભની ફિલ્મો સખત હીટ જતી હતી તે સમયમાં. ચાહકો અમિતાભની ફિલ્મો જોવા માટે બ્લેકમાં ટીકિટ ખરીદતાં હતાં અને તે જ સમયમાં અમિતાભ અને શ્રીની ઓન સ્કીન જોડી પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. પરંતુ 1986માં શ્રી એ બચ્ચન સાથે કામ કરવાનો ઈન્કાર કરી દીધો. 1992માં ખુદા ગવાહ માટે શ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા તે એવું કહી ચૂકી હતી કે બચ્ચનની ફિલ્મોમાં અભિનેત્રીઓ એક્સ્ટ્રાથી વધારે કઈ હોતી નથી. તેણે આ ફિલ્મ કરાવાનો પહેલાં પણ ઈન્કાર કર્યો હતો પરંતુ જ્યારે તેણે સ્ક્રીપ્ટ જોઈ કે તરત ફિલ્મ માટે મંજૂરી આપી દીધી.

પોતાની કારર્કીદીમાં તેણે 300 જેટલી ફિલ્મોમાં અદ્ભૂત ભૂમિકાઓ ભજવી હતી. આ ઉપરાંત તેણે તામિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ. એવું પણ કહેવાય છે કે તેના સ્ટારડમના કારણે એકવાલ સલમાન ખાન પણ તેની સાથે કામ કરતાં ગભરાઈ ગયો હતો.

સૈથી રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે શ્રી ક્યારેય પોતાની ફિલ્મો જોતી નહોતી અને આ વાત તેની પુત્રી જ્હાનવીએ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી.