શાહરુખની 'Dunki'થી આગળ નીકળી પ્રભાસની 'Salaar', જાણો વર્લ્ડવાઈડ કમાણી

પ્રભાસની લેટેસ્ટ ફિલ્મ 'સાલાર' આ વર્ષની બમ્પર કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ છે. આ ફિલ્મે આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ ડંકી, પઠાણ અને જવાનને માત આપી છે.

Share:

હાઈલાઇટ્સ

  • શાહરૂખની ડંકીએ 5 દિવમસાં 200 કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરી
  • પ્રભાસની સાલારે 3 જ દિવસમાં 300 કરોડની વધુ કમાણી કરી નાખી

ફિલ્મ 'સાહો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પ્રભાસ લાંબા સમયથી એક હિટ ફિલ્મ માટે તલપાપડ હતો. 'સાહો' સિવાય તેની પાછલી ફિલ્મો 'રાધે શ્યામ' અને 'આદિપુરુષ' પણ પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી. હવે પ્રભાસ તેની લેટેસ્ટ ફિલ્મ 'સાલાર' સાથે હાજર છે અને લાગે છે કે આ ફિલ્મ તે સફળતાને પૂર્ણ કરવા જઈ રહી છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. 'સલાર: સીઝ ફાયર- પાર્ટ 1' એ રિલીઝ થતાંની સાથે જ ફિલ્મે આ વર્ષના તમામ રેકોર્ડ તોડીને એકલા ભારતમાં જ 90.7 કરોડની કમાણી કરી છે. પ્રભાસની આ ફિલ્મની કમાણીએ બોક્સ ઓફિસ પર 'પઠાણ' અને 'જવાન' જેવી ફિલ્મોને માત આપી છે. ચાલો જાણીએ કે રવિવારે ફિલ્મે કેટલી કમાણી કરી છે.

પ્રભાસ અને શ્રુતિ હાસનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. વર્ષ 2023એ ભારતીય ફિલ્મ ઉદ્યોગને એક નામ આપ્યું છે, જે કમાણીના મામલામાં દરરોજ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. જો કે ઓપનિંગની વાત કરીએ તો પ્રભાસની 'સાલાર' તેની પાછલી ફિલ્મ 'બાહુબલી'નો રેકોર્ડ તોડી શકી નથી. 'સાલાર'એ ભારતમાં ત્રણ દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

'જવાન'નો રેકોર્ડ તૂટ્યો
તમને જણાવી દઈએ કે લગભગ 270 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી પ્રભાસની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. નિર્માતાઓના અહેવાલ મુજબ, ફિલ્મે વર્લ્ડવાઈડ ત્રણ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. નિર્માતાઓના ડેટા અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 178.70 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું હતું, જ્યારે બે દિવસમાં ફિલ્મે 295.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાલરના આ કલેક્શને આ વર્ષની બોલિવૂડની સૌથી મોટી હિટ ફિલ્મ 'જવાન'ને પાછળ છોડી દીધી છે, જેણે ત્રણ દિવસમાં 206.06 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'સાલાર'એ વિશ્વભરમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કર્યો
Sacnilkના અહેવાલ મુજબ, 'Salaar' એ બે દિવસમાં વિશ્વભરમાં 243.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ત્રણ દિવસમાં આ આંકડો 315 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. માત્ર બે દિવસમાં ફિલ્મે વિદેશમાં લગભગ 70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ પ્રભાસની સાલાર શાહરૂખની ડંકીથી આગળ નીકળી ગઈ છે. જેણે 5 દિવસમાં વર્લ્ડવાઈડ 200 કરોડનો બિઝનેસ કર્યો છે.