Koffee With Karan: રાની મુખર્જીએ તેના અને કાજોલના સંબંધ વિશે ખુલાસો કર્યો

કાજોલ અને રાની મુખર્જી પિતરાઈ બહેનો છે

Courtesy: Image: Twitter

Share:

 

Koffee With Karan: કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરણ (Koffee With Karan) ચર્ચામાં છે. આ શોના આગામી ગેસ્ટ તરીકે કાજોલ અને રાની મુખર્જી જોવા મળશે. કાજોલ અને રાની મુખર્જી બંને પિતરાઈ બહેનો છે. 

 

કાજોલના પિતા શોમુ મુખર્જી અને રાનીના પિતા રામ મુખર્જી એકબીજાના પિતરાઈ ભાઈઓ હતા. રાની મુખર્જીએ ખુલાસો કર્યો કે તે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેની પિતરાઈ બહેન અને સહ-અભિનેત્રી કાજોલ કરતાં ઐશ્વર્યા રાય સાથે વધુ વાત કરતી હતી.

Koffee With Karanમાં રાની મુખર્જીએ તેના અને કાજોલના સંબંધ વિશે વાત કરી   

કોફી વિથ કરણ (Koffee With Karan)ના રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહરે રાની મુખર્જીને એક ખાસ સવાલ પૂછ્યો હતો. કરણ જોહરે રાની મુખર્જીને પૂછ્યું કે ઐશ્વર્યા રાય કે કાજોલ, 2000ના દાયકામાં તમે કોની સાથે ઓછી વાતચીત કરી? તેના જવાબમાં રાની મુખર્જીએ કહ્યું, ‘કાજોલ દીદી.’ રાની મુખર્જીએ કહ્યું કે વર્ષ 2000માં તેને ઐશ્વર્યા રાય સાથે સૌથી વધુ વખત વાત કરી હતી. 

 

રાની મુખર્જીએ કહ્યું, “હું તેને બાળપણથી ઓળખું છું અને તે મારા માટે કાજોલ દીદી હતી. મને લાગે છે કે જ્યારે તમે અલગ થાઓ છો ત્યારે તમને ખરેખર કારણ ખબર નથી કારણ કે તમે વારંવાર મળતા નથી. કાજોલ દીદી શહેરમાં રહેતી હતી અને અમે જુહુમાં હતા. તનિષા અને હું ખૂબ નજીક હતા અને આજે પણ છીએ. પરંતુ કાજોલ દીદી હંમેશા પરિવારના છોકરાઓની નજીક હતી."

 

આ દરમિયાન શો (Koffee With Karan)માં રાની મુખર્જીએ એ પણ જણાવ્યું કે કુછ કુછ હોતા હૈના શૂટિંગ દરમિયાન કાજોલનું વલણ વિચિત્ર લાગતું હતું. પરંતુ આજે આ બંને વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. રાની મુખર્જીએ કહ્યું કે ભલે તેઓ એકબીજા સાથે વાતચીત કરતા ન હતા, પરંતુ તેના પિતા એકબીજાની ખૂબ નજીક હતા. જ્યારે બંનેએ તેમના પિતા ગુમાવ્યા, ત્યારે તેઓએ એકબીજાને ટેકો આપ્યો. આજે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.

 

શો (Koffee With Karan)માં કરણ જોહરે રાની મુખર્જીને પૂછ્યું કે તારી કઈ ફિલ્મમાં રાનીએ સ્પેશિયલ અપિરિયન્સ આપ્યો છે ત્યારે કાજોલને ફિલ્મ યાદ નથી હોતી. શોના પ્રોમો પરથી લાગે છે કે બંનેએ ઘણા સિક્રેટ્સ શેર કર્યા છે. 

 

હાલમાં જ કાજોલ અને રાની મુખર્જી મુંબઈના દુર્ગા પૂજા પંડાલમાં સાથે જોવા મળ્યા હતા. તેઓએ એકબીજા સાથે વાતચીત કરી અને પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.

 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાની તાજેતરમાં મિસિસ મુખરજી વર્સિસ નોર્વે નામની ફિલ્મમાં દેખાઈ હતી જ્યારે કાજોલ ઘણા ઓટીટી શૉ કરી રહી છે. તાજેતરમાં તેનો ટ્રાયલ નામનો શૉ રિલિઝ થયો હતો.