Ranbir Kapoor: પાર્ટી ક્રિસમસની, કેક પર દારૂ રેડ્યો ને કહ્યું જય માતા દી... મામલો પોલીસ સુધી પહોંચ્યો

રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે.

Share:

બોલીવુડ એક્ટર રણબીર કપૂરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ક્રિસમસ પાર્ટીને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હકીકતમાં, ક્રિસમસના પ્રસંગે કપૂર ફેમિલીએ દવ વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આખું કપૂર ફેમિલી અને તેમની સાથે જોડાયેલા ખાસ અંગત સગા-સંબંધીઓ પણ જોવા મળ્યા હતા. 

 

સોશિયલ મીડિયા પર આ પાર્ટીનો એક વિડીયો સામે આવ્યો છે અને આમાં રણબીર કપૂર પણ પોતાના પૂરા પરિવાર સાથે એન્જોર કરતો નજરે પડ્યો હતો. આ જ દરમિયાન રણબીરે કેક પર શરાબ વેડીને કેકમાં આગ લગાવી હતી. બાદમાં રણબીર જય માતાજી બોલ્યો. ત્યારે હવે આ વાતને લઈને રણબીર કપૂરની ટીકાઓ શરૂ થઈ ગઈ છે. અને આખોય મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 

એક પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે પોલીસે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. સંજય તિવારીએ તેમના વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે વીડિયોમાં અભિનેતા 'જય માતા દી' કહેતા કેક પર દારૂ રેડતા અને તેમને આગ લગાવતા જોવા મળ્યા હતા.

એડવોકેટની ડિમાન્ડ છે કે, અભિનેતા વિરૂદ્ધ FIR નોંધાવી જોઈએ. તેમના વિરૂદ્ધ સેક્શન 29A (ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવું અને ઠેસ પહોંચાડવી), 298 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જાણી જોઈને કોઈ શબ્દનો પ્રયોગ કરવો) અને 500 (માનહાની) અંતર્ગત FIR નોંધાવવાની માંગ કરી છે. જો કે, પોલીસે હજી સુધી કોઈજ ફરીયાદ નોંધી નથી.