નોરા ફતેહીના રેડ કલરના બેકલેસ ડ્રેસની ખાસિયત જાણીને ચક્કર આવી જશે

આમ તો નોરા ફતેહી પોતાના ડ્રેસિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. નોરા અનેકવાર પોતાના નવા ફોટોશૂટમાં પોતાના ડ્રેસિંગને આવરી લેતી હોય છે. ત્યારે બેકલેસ ડ્રેસના ફોટા વાયરલ થયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • નોરા ફતેહીનો બેકલેસ ડ્રેસમાં ફોટો થયો વાયરલ
  • નવા વર્ષની શરુઆત પહેલાંનો ફોટોશૂટ આવ્યો સામે
  • નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા કર્યા છે શેર

મુંબઈઃ હાલ ક્રિસમસ વેકેશન પૂરુ થવા જઈ રહ્યું છે. હવે આખી દુનિયા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે નોરા ફતેહીના જોરદાર ફોટા સામે આવ્યા છે. નોરાએ બેકલેસ ડ્રેસ પહેરીને ફોટાશૂટ કરાવીને ફેન્સને ચોંકાવી દીધા છે. આમ તો નોરા ફતેહી પોતાના દરેક ફોટોશૂટના ફોટા પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. ત્યારે આ વખતે તેણે રેડ કલરનો જે બેકલેસ ડ્રેસ પહેર્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે. 

ફોટોશૂટ કર્યુ શેર 
નોરા ફતેહીએ તેના ફોટોશૂટના ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટા શેર કરતા તેણે લખ્યું છે કે, શૌટી મેડ..કારણ તે બોડી નથી. બાર્બી ડોલની સાથે સુંદર ચહેરો. પોસ્ટમાં તેણે મિયાકી લેબલના કપડાં પહેર્યા છે. તેણે રેડ કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે. સેલિબ્રિટી સ્ટાઈલીશ આસ્થા શર્માએ નોરાને આ માટે સ્ટાઈલ કરી હતી. જેમાં બટેઉ નેકલાઈન, ફૂલ લેન્થ ફિટેડ, સ્લીવ્સ, ફિગર હગીંગ ફિટ જે તેના સુંદર શરીરને આકર્ષક બનાવતું હતું. બેકલેસ ડ્રેસમાં નોરા ખરેખર સુંદર લાગી રહી હતી. 

આવી ખાસિયત છે 
આમ તો નોરાના ડ્રેસિંગને સ્ટેટમેન્ટ એસેસરીઝે સ્ટાઈલ કર્યો છે. જેમાં હીરાની ઈયરીંગ અને રીંગ પણ સામેલ છે. આઈ શેડો, વિંગ્ડ આઈલાઈનર, આંખોની પલકો પર લાઈન, ચમકદાર કારમેલ લિપ્ડ શેડ, બેરી ટોન્ડ લિપ લાઈનર, ચીકબોન્સ પર રુઝ પર હાઈલાઈટ્સને પસંદ કરી છે. ત્યારે નોરા ફતેહીના આ બેકલેસ ડ્રેસના ફોટા બોલિવૂડ તો ઠીક ફેન્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તેના આ ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જો કે, તેના આ ડ્રેસિંગની કિંમત લાખો રુપિયામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.