નિક્કી તંબોલીની બોલ્ડ અદાઓએ આખી દુનિયાના ફેન્સને કરી દીધા કાયલ

નિક્કી તંબોલી એવી એક પણ તક જવા દેતી નથી કે તેની અદાઓથી ફેન્સને ઘાયલ ન કરી શકે. તાજેતરમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોએ ફેન્સને હલાવી દીધા છે.

Share:

હાઈલાઇટ્સ

  • નિક્કી તંબોલીએ તાજેતરમાં પોતાનો વીડિયો કર્યો શેર
  • પોતાની બોલ્ડ અદાઓથી તેણે ફેન્સને કર્યા ઘાયલ
  • ઈન્સ્ટાગ્રામ પર નિક્કીએ પોતાનો આ બોલ્ડ વીડિયો કર્યો શેર

 મુંબઈઃ નિક્કી તંબોલી એક એવી એક્ટ્રેસ છે કે તે જ્યારે પણ પોતાના વીડિયો કે ફોટો શૂટ કરાવે તે તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તાજેતરમાં જ નિક્કી તંબોલીએ એક પોતાનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જે ખૂબ જ બોલ્ડ છે. તેનો આ અવતાર જોઈને ફેન્સ પણ મોંમાં આંગળા નાખી ગયા છે.

બોલ્ડ અદાઓ
મોટા ભાગે નિક્કી તંબોલી લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલ તે ભલે મોટી સ્ક્રીનથી દૂર હોય પણ સોશિયલ મીડિયામાં તો તે એક્ટિવ જ રહેતી હોય છે. ત્યારે ફરીથી તે ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે. તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. રેડ કલરના બ્રાલેટ અને મેચિંગ સ્કર્ટમાં તેની અદાઓએ ફેન્સને ઘાયલ કરી દીધા છે. તેના આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે.

ફેન્સ પણ ઘાયલ થઈ ગયા
નિક્કી તંબોલી તેના આ વીડિયોમાં પોતાની અદાઓ સરજાહેર કરી રહી છે. તેની અદાઓ એટલી કાતિલ છે કે ફેન્સ પણ તેના દિવાના બની ગયા છે. તેની આ અદાઓ ફેન્સને દિવાના બની રહ્યા છે. નિક્કી તંબોલીને આમ તો રિયાલિટી શો બિગ બોસ 14માં વધારે ખ્યાતિ મળી હતી. આ સિવાય તેણે અનેક ફિલ્મોમાં કામ પણ કર્યુ છે. તે તામિલ અને તેલુગુ મૂવીઝમાં પણ કામ કરી ચૂકી છે. આ સિવાય 2021માં ટીવી સીરિયલ સિર્ફ તુમમાં પણ કામ કરી ચૂકી છે.